ગાંધીનગરના બાલાજી કુટિરમાં લગ્નની પાર્ટીમાં મહિલા તબીબ સહિત છ શખ્સો ઝડપાયા: હુક્કા, દારૂ અને બિયર કબ્જે કરાયું

અમદાવાદમાં સગીર ઉમરે બીએમડબલ્યું હંકારી હીટ એન્ડ રનની ઘટના સર્જી વિવાદમાં ફસાયેલા તબીબ પુત્ર વિસ્મય શાહ પોતાના લગ્ન નિમિતે માલેતુદાર મિત્રને ગાંધીનગરના ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી આપી મહેફીલ યોજી હોવાની બાતમીના આધારે ગાંધીનગર એલસીબી સ્ટાફે દરોડો પાડી મહિલા તબીબ સહિત છ શખ્સોની દારૂ અને બીયર અને હુક્કા સાથે ધરપકડ કરી છે.

ગત ફેબ્રુઆરી ૨૦૧૩માં અમદાવાદમાં બીએમડબલ્યુ ૧૨૦ની સ્પીડ સાથે પસાર થઇ હીટ એન્ડ રન સર્જી બે યુવાનના મોત નીપજતા પોલીસે આંખ સર્જનના પુત્ર વિસ્મય શાહની ધરપકડ કરી હતી અદાલતે પાંચ વર્ષની સજા ફટકારતા સજા સામે અપીલ દાખલ કરી જામીન મેળવ્યા હતા. જામીન મુકત બનેલા વિસ્મય શાહના ગત તા.૧૩મી ડિસેમ્બરે પૂજા નામની યુવતી સાથે લગ્ન થયા હોવાથી વિસ્મય શાહે પોતાના માલેતુદાર મિત્રોને દારૂની પાર્ટી આપવા ગાંધીનગર પાસેના અડાલજ ખાતેના બાલાજી કુટિર ફાર્મ હાઉસમાં મહેફીલ યોજી હતી.

ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ યોજી હોવાની બાતમીના આધારે ગાંધીનગર એલસીબી સ્ટાફે દરોડો પાડી વિસ્મય શાહ, તેની પત્ની પૂજા, મંથન ગણાત્રા, ચિનમય પટેલ, હર્ષિદ મઝમુદાર અને તબીબ મહિલા નિમા મુચની ધરપકડ કરી હતી. પોલીસે સાત હુક્કા, સાત દારૂની બોટલ અને આઠ બિયરના ટીન કબ્જે કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.