૧લી જુલાઈ એટલે કે ડોકટર દિવસ. આ દિવસની ઉજવણી પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી ડો.વિધાનચંદ્ર જેને ભારત રત્ન પુરસ્કારી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમનો જન્મ અને મૃત્યુ ૧લી જુલાઈના રોજ થયા હોવાથી આજ રોજ ડોકટર દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ડોકટર દિવસની અને ડો.ઠક્કરના હોસ્પિટલને પણ ૧૧ વર્ષ પૂર્ણ કરી ૧૨માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો. જેની ઉજવણી અંગે હોસ્પિટલમાં એક રાહતદરે સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાન, નાક, ગળાની સારવાર માટે બહોળી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ ઉઠાવ્યો હતો.
‘અબતક’ સોની વાતચીત દરમિયાન ડો.હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે, પોતે છેલ્લા ૧૭ વર્ષથી કાન, નાક, ગળાના સર્જન તરીકે સેવા આપી રહ્યાં છે અને હોસ્પીટલ પણ છેલ્લા ૧૧ વર્ષથી કાર્યરત છે અને ખાસ ૧લી જુલાઈ પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી રહેલા ડો.વિધાનચંદ્ર બોઝ જેને ભારત રત્ન પુરસ્કારી પણ બિરદાવામાં આવ્યા હતા. જેમણે પોતાનું જીવન રાહદારી દર્દીઓ માટે જ સમર્પિત કર્યું હતું. જેમનો જન્મ અને મૃત્યુ ૧લી જુલાઈના રોજ જ થયું હોવાથી આ દિવસને ડોકટર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જયારે આ જ મંગલ દિવસે અમારી હોસ્પિટલ ૧૨ વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે. તેના માટે દર્દીઓનો આભાર વ્યકત કરીએ છીએ કે તેઓએ અમારી પર વિશ્ર્વાસ જતાવ્યો. આ કેમ્પનું આયોજન ખૂબ જરૂરિયાતમંદ દર્દીઓને કેમ્પનો લાભ મળે તે માટે જ કરવામાં આવ્યું છે અને દર્દીઓને સંદેશો પાઠવતા જણાવ્યું હતું કે, સ્વસ્ રહો તંદુરસ્ત રહો અને ખાસ કરીને વ્યસન મૂકવું જોઈએ અને જો નાગરિક સ્વસ્થ હશે તો સ્વસ્થ સમાજની રચના કરી શકશે અને સાથે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ટાળે અને સ્વસ્થ રહે.
સાથે સાથે ડો.કૃપા ઠકકર સોની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ૧લી જુલાઈ ડોકટર દિવસ નિમિત્તે અમારા હોસ્પિટલને ૧૧ વર્ષ પૂરા કરી ૧૨માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ત્યારે રાહતદરે સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જયારે કેમ્પ પાછળનો આશ્ર્ચર્ય એવો છે કે જે જરૂરિયાતમંદ દર્દીઓ છે જે અમુક સંજાગોના અભાવે સારવારી વંચિત રહી જતાં હોય છે ત્યારે એક સમાજ પ્રત્યેની જવાબદારી અને ફરજ છે કે તેઓને રાહતદરે સારવાર મળી શકે અને ઘણા દર્દીઓ એવા પણ હોય છે કે તેમને રોગ પ્રત્યે અવેરનેસ રહેતી નથી અને પછી તેની તકલીફો વધી જાય છે. આજનો યુવાન જયારે બીજા દેશની હરોળમાં જો આપણું યુવાધન સ્વસ્થ હશે તો એક દસકા પછી ભારત કેટલું સુંદર હશે અને ખાસ સૌરાષ્ટ્રના યુવાનો પાન-ફાકી અને સિગારેટના રવાડે છે તો તેમને એટલું જ કહેવું છે કે તેના ગેરફાયદા સમજે અને વ્યસન મૂકત કરી યુવાધનને વધુ સ્વસ્થ બનાવે.