જૂનાગઢના સ્કીન સ્પેશ્યાલિસ્ટ ડો.માંકડિયા ગરીબોની સેવામાં હંમેશા તત્પર: દર્દીને બહારની દવા નહીં, પણ જન ઔષધી કેન્દ્રની જ દવાનો આગ્રહ રાખે છે
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સ્કિન સ્પેશ્યાલીસ્ટ તરીકે ફરજ બજાવતા ડો.શ્યામ માંકડીયાની એક મુલાકાતમાં આજના સમયમાં પણ તબીબી આલમમાં આવો સારો વર્ગ પોતાની વ્યકિતગત મહત્વકાંક્ષાઓને ગણકાર્યા વગર સતત પોતાના જ્ઞાનનો લાભ ગરીબ વર્ગની પ્રજાને મળી રહે તે માટે રહે છે. ડો.શ્યામ માંકડીયાનું ગત ઓગસ્ટ માસથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે નિમણુક થતા ચામડીના દર્દોથી પીડાતા દર્દીઓએ રીતસર રાહતનો અનુભવ કર્યો હતો. ગરીબ દર્દીઓ માટે ચામડીના આસાધ્ય થતા રોગ એટલા તો પુરવાર થાય છે કે રીતસર આ લોકોના માસિક નહી પણ વાર્ષિક બજેટ પણ ખોરવાઈ જાય છે. આવા દર્દીઓ માટે રાજકોટ ફરજ બજાવતા ડો.શ્યામ માંકડીયાની જૂનાગઢ ખાતે નિમણુક થતા રીતસર ઉપરવાળાની મહેરબાની જેવો અહેસાસ ગરીબ દર્દીઓને થઈ રહ્યો છે.
ડો.શ્યામ માંકડીયાની એક વિશેષ મુલાકાત દરમિયાન જાણવા મળેલ રસપ્રદ બાબતોમાં ૨૦૧૫-૧૬ની બેચના આ સ્ક્રિન સ્પેશ્યાલીસ્ટ ડો.એ એમડીડીવીએલ (સ્કિન)ની ડીગ્રી જાણે ગરીબો માટે જ લીધી હોય ચામડી તેમજ ગુપ્ત રોગના નિષ્ણાંત આ ડોકટર સેવાના સદગુણ પોતાના શિક્ષક માતા-પિતા વિનોદભાઈ અને હંસાબેનમાંથી ગળથુથીમાં મળ્યા હોય તે રીતે ડોકટરની ઉપાધી મળ્યા પછી સતત નાના અને નબળા વર્ગ માટે શું કરી શકીએ તેની ચિંતામાં રહે છે. માતા-પિતા તરફથી મળેલા સંસ્કારોએ જ આજે ડોકટર બનાવ્યા છે.
આ વ્યવસાય કમાવવાનો નહી પણ સેવાનો છે તેવું કહી આ ડોકટર મહાશય પોતાની પાસે આવતા જટીલ રીતે ચામડીના રોગથી પીડાતા દર્દીઓની સેવામાં એટલા તો રત થઈ જાય છે કે તેમને સમયનું ભાન ભુલાઈ જાય છે. રોજના લગભગ ત્રણસો જેટલા દર્દીઓને ઓપીડી સારવાર આપતા આ ડોકટર થાકતા નથી અને ખાસ કરીને બહારની પ્રીસ્ક્રીપ્શનનો આગ્રહ જરાક પણ રાખતા નથી ઉલટુ દર્દીઓને કદાચ બહારની દવાની જરૂર પડે તો પણ જેનેરીક મેડીકલ સ્ટોરમાંથી તેને દવા મળી રહે તેવો આગ્રહ રાખે છે. જુનાગઢ તેમજ આસપાસના અનેક ગામોના દર્દીઓ કે જે ચામડીના અસાધ્ય રોગોથી પીડાય છે. તેના માટે ડો.શ્યામ માંકડીયા આર્શીવાદરૂપ બન્યા છે.