નેશનલ ડોકટર ડે નિમિતે અબતક સાથેની વાતચીતમાં મેડીકલ કોલેજનાં ડીન ડો. ગૌરવી ધ્રુવ જણાવ્યું હતુ કે આપણા દેશમા ડો. બી.સી. હોય કેજેમની જન્મ તારીખ અને પૂણ્યતિથિ એક જ દિવસે એટલે કે ૧લી જુલાઈ હોય જેમના માનમાં ભારતભરમાં ૧લી જુલાઈ ડોકટર ડે તરીકે ઉજવવામાં આવે છે. આમ જોઈએ તો માનવ જીવનને લગતી તક્લીક અને તેમના દર્દો દૂર કરે તેને ડોકટર કહેવાય છે.

ડોકટરો ભગવાન રૂપ નથી પરંતુ જેમ લોકોમાં જુદી જુદી આવડતો હોય છે. તેમ ડોકટરમાં મનુષ્યની શરીર રચનામાં આવતી તકલીફો દૂર કરવાની બસ આવડત છે.

ડોકટર બનવા માટે યુવાનીનો ભોગ આપવો પડે છે. હાલના સમયમા સુપરસ્પેશિયાલાઈઝ કરવુ પણ ખૂબજ જરૂરી છે. એટલે ડોકટર બનવાની મુસાફરી ખૂબ લાંગી છે. બીજા પ્રોફેશન કરતા લગભગ ખૂબ લાંબી છે. બીજા પ્રોફેશન કરતા લગભગ ડોકટર બનવામાં સૌથી વધુ મહેનત લાગે છે.

અભ્યાસ પૂરો કર્યા બાદ પણ ડાકેટરોનું જીવન ૨૪ કલાક માટે દર્દીઓ માટે હાજર રહેવું પડે છે. ડોકટરના જીવનમાં રોજીંદા આવાવા માટેનો સમય ફિકસ હોય છે. પરંતુ પાછા ઘરે કયારે જશુ તે નકકી રહેતુ નથી.પશ્ચિમ બંગાળમાં ડોકટર સાથે જે ઘટના ઘટી બાદ દર્દીઓને સમજાવું અને સાથે તેમના સંબંધીઓને સમજાવું એટલે જ ડોકટર એક સામાન્ય માણસ જ છે. તબીબ અને તેટલી પૂરતા પ્રયત્નો કરે જ એટલે તેને ભગવાનનાં સમજો.

ડોકટરના જીવનમાં ઘણી એવી ઘટના હોય છે જે કરૂણતા સાથે પણ સંકળાયેલી હોય છે. ૧૩ વર્ષના તરૂણને તમાકુના લતથી કેન્સરની બિમારી થઈ તે ઘટના હજુ મારા મનમાં છે સાથોસાથ એક બાળકને ખાવા પીવા બાબતે તકલીફ હતી બાળખ જયારે ત્રણ વર્ષનો હતો ત્યારે તેનું વજન ચાર કિલો હતુ પરંતુ અહીયા સારવાર લીધા બાદ ડોકટરો સાથે તેના માતા પિતા પણ ખૂબજ ખૂશ છે.

કયારેક એવો પણ સમય આવી શકે કે જેમાં દર્દીઓ સાથે તેના સંબંધીઓને પણ સાચવા પડતા હોય છે. ત્યારે માણસોને સમજવાની જરૂર છે કે એક તબીબ હંમેશા પોતાની બનતી કોશિષ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.