ડો. હિમાંશુ ઠકકર એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે તેઓ છેલ્લા ૧૮ વર્ષથી કાન, નાક, ગળાનાં સર્જન તરીકે પ્રેકટીસ કરે છે. ડોકટર એટલે જે દર્દીના રોગનું નિદાન અને સારવાર કરે તે ડોકટર કહેવાય છે. ડોકટર બનવાનું કારણ દર્દી નારાયણની સેવા કરવાની છે. દુ:ખી લોકોના દર્દ દૂર કરવાની જે અમૂલ્ય તક આપી છે તેના નિમિત બની શકે એટલા માટે જે સવારે થોડીકહેલ્થી લાઈફ થોડુક કામ કરે છે. સવારે ઓપી ઓપરેશન હોય છે અને બપોરે પછીના ટાઈમમાં પણ દર્દીના ઓપરેટર ઓપીડી હોય છે. અને ઈમરજન્સી પણ આપતી હોય છે. તે પણ લેવામાં આવે છે. મેડિકલ સાયન્સમાં નવા નવા સંશોધનો આવતા હોય છે. તેના માટે ખાસ કોન્ફરન્સીસ યોજવામાં આવતી હોય છે. જેમાં કોન્ફરન્સીસ વર્ક શોપ, લાઈવ સર્જીકલ વર્ક શોપ અર્ટન કરીને પોતાની જાતને અપડેટ કરતા હોય છે. દર્દીને પોતે ડોકટર પાસે જતા હોય છે. તેમના ડોકટર તેમને સાંભળે અને તેમના દર્દને સાભળે અને તેનું નિરાકરણ કરે દર્દીના દર્દને જોઈને કે સાંભળીને ડોકટરને ખ્યાલ હોય છે તેના નિદાનનો પણ તેને સાંભળી ને તેને ફર્કમળે તે સારવારનો મોટો ભાગ છે.
ડોકટર પાસે આવી દર્દીને થાય છે કે તે ૧૦૦% સાજો થઈ જશે તેથી તેઓ તેમના દર્દીમાં ભગવાન ચરીતાર્થ કરે છે દર્દી આવે છે તે દર્દીનારાયણ કહેવાય તેના દર્દોનું નિવારણ કરવું એજ ડોકટરની ફરજ છે. કોઈપણ વ્યકિત જન્મે ત્યારથી લઈ મૃત્યુ સુધી ડોકટરની જરૂર પડે છે. જન્મે ત્યારે પીડીયાટીશન અને મોટા થતા બીજા અન્ય ડોકટર અને વૃધ્ધા અવસ્થાના પણ ડોકટરની જરૂર પડે છે. એટલે ડોકટર માનવીના જીવનમાં એક અભીન અંગ જેવું બની જાય છે. આજના યુગમાં જે જંગફૂડ છે વાતાવરણમાં પોલ્યુશન છે. તેથી રોગ મૂકત રહેવું અશકય છે. નાની મોટી બીમારીથી લોકો પીડાતા હોય છે. દર્દી સાથે આત્મીયતા રાખે છે. ભાવના કેળવે છે તે ડોકટરની ફરજ છે.
જયારે કોઈ પણ ચેલેન્જીંગ કેસ આવે છે. તે દર્દીની આંખમાં હર્ષ ના આંસુ જોઈને તે તેમને મોટીવેટ કરે છે. ડોકટર જો ખરેખર વાત કરીએ તે દર્દી સાથે આત્મીયતાનો સંબંધ હોય દર્દીની લાગણીઓ, ભાવનાઓ સમજે છે અને દર્દીના કહેવાથી નિદાન તો થઈ જતુ હોય છે. પણ તેને સાંભળી સાત્વના આપવી જોઈએ ઈમરજન્સી વખતે દર્દીને પ્રાધાન્ય આપી બને તેટલું ઝડપથી સારવારકરવી અને બેસ્ટ આઉટકોમ આપે તે કરે છે ઓપીડીની કલાકો પુરી કરવા બાદ પરિવારને સમય આવે છે. ફરવા જવુ કયારેક પીકચર જોવા જવું વેકેશનમાં ફરવા જાય છે અબતક ના દર્શક મિત્રોને સંદેશ આ ડોકડર્સ ડે ડો.બી.સી. રોયની યાદમાં ઉજવાય છે યોગ પ્રાણાયામને મહત્વ આપો તેથી રોગ દૂર રહે અને દરેક દર્દ માટે ડોકટરની સલાહ લેવી જોઈએ ડોકટરનું માનવું જોઈએ લોકોએ પોતાની સ્વચ્છતાને જાળવવી જોઈએ અને પોતાનું ધ્યાન રાખવું જોઈએ.