મિનિમલ ઇન્વેસીવ સર્જરી કરી ડો. મહેતાએ જેતપુરના દર્દીને જીવલેણ સ્થિતિમાંથી ઉગાર્યા
વિશ્ર્વમાં હ્રદયરોગની આધુનિક ગણાતી એવી મિનિમલ ઇન્વેસીવ સર્જરી સ્ટલિંગ હોસ્પિટલમાં કરી કાર્ડઆક સર્જન ડો. ચિંતન મહેતાએ જેતપુરના એક દર્દીને જીવલેણ પરિસ્થિતિમાંથી ઉગારી લીધો હતો. એક નાના છીદ્ર દ્વારા કરવામાં આવેતી મિનિમલ ઇન્વેસીવ કાર્ડિઆક સર્જરી ને હ્રદયરોગની સૌથી આધુનિક સારવાર માનવામાં આવે છે. દર્દીને અનેક લાભ અને સટિક સારવાર આપતી આ ટેકનિક આશીર્વાદ રૂપ સારવાર છે. સ્ટલિંગ હોસ્પિટલ, રાજકોટમાં તાજેતરમાં નિષ્ણાંત ડો. ચિંતન મહેતા દ્વારા અટેકનીક વડે જેતપુરના એક દર્દીને સ્વસ્થ જીવનની ભેટ આપવામાં આવી છે.
ડો. ચિતન મહેતાએ જણાવ્યું હતું કે જેતપુર નિવાસી બાબુભાઇ ગુજરાતી (ઉ.વ.55) ને શ્ર્વાસ લેવામં સમસ્યા હ્રદયના અનિયમિત ધબકારાની તકલીફ થતા સ્ટલિંગ હોસ્પિટલ રાજકોટ ખાતે સારવાર માટે આવ્યા હતા. નિષ્ણાંત કાર્ડીઓલોજીસ્ટ ડો. અંકુર ઠુમારી અને ડો. મનદીપ ટીલારાએ તેમની પ્રાથમિક તપાસ કરતા માલુમ પડયું કે બાબુભાઇને હ્રદયના વાલ્વમાં લીકેજ છે. જેની સારવાર માટે ઓપરેશન કરવું પડે તેમ હતું.
બાબુભાઇ થોડા સમય પહેલા ફેફસાની ગંભીર બીમારી થતા તેમના ફેફસા ખુબ નબળા પડી ગયા હતા તેઓને શ્ર્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી આવા સંજોગોમાં જો દર્દીના વાલ્વની ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવે તો આ એક પ્રકારે હાઇ રીસ્ક ઓપરેશન બની શકે છે જેમાં દર્દીના જીવન-મૃત્યુનો પ્રશ્ર્ન ઉદભવી શકે. આવા જટિલ કેસમાં દર્દીના જાનના જોખમને ટાળવા અને સચોટ સારવાર માટે અમે બાબુભાઇનું ઓપરેશન ઓપન સર્જરીને બદલે મિનીમલ ઇન્વેઝીવ ટેકનીકથી કરવાનું નકકી કર્યુ. આ એક આધુનિક ટેકનિક છે. જેમાં છાતીનુ હાડકુ કાપ્યા વગર ફકત 4.5 સે.મી. નાનો ચેકો મુકીને દર્દીના હ્રદયના વાલ્વની સર્જરી કરવામાં આવે છે. આ સર્જરી સફળ રહી અને બાબુભાઇને સ્વસ્થતાપૂર્વક હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી તેમ ડો. મહેતાએ જણાવાયું હતું.
સ્ટલિંગ હોસ્પિટલ રાજકોટના ઝોનલ ડિરેકટર ઘનશ્યામ ગુંસાણીએ આ સફળ સર્જરી વિશે માહીતી આપતા જણાવ્યું હતું કે આ ટેકનીકમાં છાતીનું હાડકું કાપ્યા વગર ફકત 4.5 સેમી નાના ચેકા દ્વારા ઓપરેશન કરી દર્દીને ત્રણ ચાર દિવસ હોસ્5િટલ રોકાણ બાદ રજા આપી દેવામાં આવે છે. દર્દી સાતથી દસ દિવસમાં પોતાના રોજીંદા કામ કરી શકે છે.