દિવ્યાંગ બાળકોને ડોકટરોએ જાતે પીરસી ભોજન કરાવ્યું
ઉપલેટામાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષી શહેરના સેવાભાવી ડોકટરોની હાજરીમાં ડોકટર ડેની શાનદાર ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ૧લી જુલાઈએ દિવ્યાંગ બાળકોને ડોકટર ડેના દિવસે ડોકટરોના હાથે ભોજન કરાવી ડોકટર ડેની ઉજવણી કરાઈ હતી.
ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા શહેરના સેવાભાવી અને માનવતાવાદી ડોકટરોને સન્માન કરી વિવિધ કાર્યક્રમો યોજી ડોકટર ડેની ઉજવણી કરે છે ત્યારે ૧લી જુલાઈએ શહેરમાં વિકલાંગ અને મંદબુદ્ધીના બાળકોની સંસ્થા દિવ્યાંગ જ્યોત સંસ્થામાં જઈ બાળકોને પુરી, શિખંડ સહિતની વાનગી શહેરના સેવાભાવી ડોકટરોના હાથે બાળકોને ભોજન કરાવી ડોકટર ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શહેરના વયોવૃદ્ધ ડો.ગોપીબેન ભાટીયા, વિશ્ર્વાસ હોસ્પિટલના સર્જન ડો.રોહિત ગજેરા, ડો.નયન સોલંકી, ક્રિષ્ના હોસ્પિટલના ડો.પિયુષ કણસાગરા, ગાયનેક ડો.જયોતિ કણસાગરા, ન્યુલાઈઝ હોસ્પિટલના ડો.બ્રિજેશ માંડિયા, વાત્સલ્ય હોસ્પિટલના ડો.પ્રતિક ભાલોડિયા, પરફેકટ સ્માઈલ હોસ્પિટલના ડો.કૃતિ ઢોલરિયા, સંજીવની હોસ્પિટલ વાળા ડો.હંસા કણસાગરા, બાળકોની સુભમ હોસ્પિટલના ડો.સુનિલ ભારાઈ, શિવ હોસ્પિટલના ડો.આશિષ ઘેટિયા, કાન-નાક-ગળાના ડો.નિપેષ પટેલ, પલ ઈમેજીંગ વાળા ડો.જીગર ડેડાણીયા, મંગલમ હોસ્પિટલના ડો.કૃણાલ ભાલોડીયા, સમર્પણ હોસ્પિટલના ડો.દિવ્યેશ બરોચીયા, ઈવા આયુર્વેદ કોલેજના ડો.નાસિર પરમાર, સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.મેહુલ કણસાગરા, ડો.હિતેષ કાલરિયા, ગાયનેક ડો.રાજેશ કંડોરિયા, ડો.દિવ્યેશ પરમાર સહિત ડોકટરો હાજર રહ્યાં હતા.