ડોક્ટરનો વ્યવસાય ક્યાંક ‘થેંકલેસ’ થઇ ગયો છે. ડોક્ટર્સને આપણે ભગવાનનો દરજ્જો પણ આપ્યો છે. તેઓ પૂરતી રીતના એમની ફરજ બજાવતા જ હોય છે. ત્યારે ઘણી વખત આપણે ભૂલી જતા હોય છે કે એનુ પણ હૃદય ધડકે છે. ઘણી વખત એવો સમય પણ આવતો હોય છે જ્યારે એમને પોતાના જ પરિવારજનોની સારવાર કરવાની સ્થિતિ આવે છે, આવા સમયે કદાચ એક વખત સારવાર દરમિયાન ધબકારો ચૂકી જતા હોય છે. આવા સમયે હાથ મજબૂત રાખવો પડતો હોય છે. એમા પણ છેલ્લા દોઢ વર્ષમાં સંવેદનશીલ અને જોખમી અવસ્થા વચ્ચે પણ ‘થેન્કલેસ જોબ’ કરી રહ્યાં છે.

હાથ જોડી ડોક્ટરોની  સ્થિતિ સમજવા વિનંતી કરતા ડો.જય ધિરવાણી

jay dhiravani c

ડોક્ટર જય ધિરવાણી ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવે છે કે ડોક્ટર્સ પણ અંતે છે તો માણસો જ છે ત્યારે દર્દીની સારવાર દરમિયાન ઘણી વખત દર્દી સાથે ઇમોશનલ અટેચમેંટ પણ થઇ જતું હોય છે. પણ ડોક્ટર તરીકે અમને પહેલેથી કહેવામાં આવ્યું છે કે દર્દી સાથે એકદમ અટેચ પણ નઈ અને એકદમ ડીટેચ પણ નથી રહેવાનું હોતું! એક પાતળી ભેદરેખા બરકરાર રાખવી જરૂરી થઈ જાય છે.

નીશપ્રભવ રૂપે દર્દીની સારવાર કરવી પણ જરૂરી બની જાય છે જે ઘણી વાર મુશ્કિલ તો થઈ જાય છે પરંતુ એ જ લાભદાયી સાબિત થતી હોય છે. ખાસ કરીને હું તો બાળકોનો ડોક્ટર છું ત્યારે ઘણી વખત માનસિક સ્થિતિ પર અસર કરતી હોય છે કારણ કે બાળકોને કેન્સર જેવી બીમારીની સારવાર ચાલતી હોય તો એ ખુબ હૃદય દુભાવતું હોય છે. ખાસ તો જ્યારે સિચ્યુએશન વધારે સેન્સિટિવ થઈ અમે લાચાર થઇ જતાં હોય છે ત્યારે ખૂબ જ દુ:ખ થતું હોય છે. એક ડોક્ટર તરીકે ઘણી વખત ફેમિલી લાઈફ અને વર્ક લાઈફ બેલેન્સ કરવું ખુબ અઘરું થઈ જતું હોય છે કારણ કે એક બાજુ પરિવારની આશાઓ જોડાયેલી હોય છે માત્ર એટલી જ કે સમય આપીએ અમે ઘરે અને બીજી બાજુ દર્દીઓ ને ઇમરજન્સીમા અમારી જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે ઘણી વખત પરિવારજનો સાથે કોઈ સમારોહમાં હાજરી પુરાવતા પડતું મૂકી ફરજ બાજવા દર્દી માટે હાજર થઈએ છે.

મોટાભાગે પરિવારજનો પણ અમારી સ્થિતિ સમજીને સપોર્ટ કરતા હોય છે. અંતે માધ્યમથી હું વાંચકોને વસ્તુ કહેવા માંગીશ, પહેલી કે કોરોના મહામારી ધ્યાનમાં રાખીને આપણે સાવચેતી તો જાળવવાની જ છે અને સાથે બીજુ સંદેશો એ દવા માંગીશ કે થોડા સમયથી ડોક્ટર પર હુમલા થયા હોય એવું સામે આવ્યું છે ત્યારે હાથ જોડીને એક વિનંતી છે કે આ સમયમાં જો ડોક્ટરના હાથમાં દર્દીને સારવાર હોય તો એ ચોક્કસ પણે ફરજ બજાવતા જ હોય છે ત્યારે અમે પણ એક સમયે લાચાર થઈ જતાં હોય છે કે અમે કોઈ દર્દી ને બચાવી નથી સકતા ત્યારે સમજણ અને સહાનુભૂતિથી આ પરિસ્થિતિ ને હેન્ડલ કરવી જોઇએ, ડોક્ટર્સ પર હુમલો કરવો એ કોઈ નિવારણ નથી.

તમામ ડોક્ટર્સને હું ડોક્ટર ડે નિમિતે અભિનંદ પાઠવું છું.- ડો.આર.એસ.ત્રિવેદી.(સિવિલ સુપિટેન્ડેન્ટ)

r

પીડીયું સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીએ ડોક્ટર્સ ડે નિમિતે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આજે ડોક્ટર દિવસ છે કે દર્દી ભગવાની સાથો સાથ ડોક્ટર પર ભરોસો રાખતો હોઈ છે અને તેના પ્રાણ બચવા માટે પૂરતું તેના પાર વિશ્વાશ રાખતો હોઈ સિવિલ હોસ્પિટલના તમામ ફરજ પરના તબીબોને હું ડોક્ટર્સ ડે નિમિતે અભિદન પાઠવું છું અને જે તેને દર્દીઓને પ્રથમ અને પરિવારને બાદમાં રાખી ફરજ પર દિવસ રાત હાજર રહિયા છે તે કામગીરીની સાંત્વના પાઠવું છું.

જયારે રાજકોટમાં કોરોનાની બીજી લહેર ત્રાટકી ત્યારે ઘણા તબીબોને દિવસ રાત મહેનત કરી અને દર્દીઓના પ્રાણની રક્ષા કરી અને બચાવ્યા છેઅને જયારે મારા દ્વારા સમય સુચકતા વાપરી અને તંત્રના મદદથી પૂરતો ઓક્સિજનનો જથ્થો અને દર્દીઓ માટે બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે.જયારે બીજી લહેરનો વેગ ધીમો પડ્યો ત્યારે નવી મહામારીએ જન્મ લીધો આતો જે કે મ્યુકરમાયકોસીસ તેના કેસોમાં એક એક વધારો થયો હતો અને તેને ધ્યાનમાં લઇ ઈએનટી વિભાગના તબીબો દ્વારા મ્યુકરની મહામારીને પોહચી વળ્યાં છીએ.

રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા મ્યુકરના 800થી વધુ ઓપરેશન કરી અને વર્ડ રેકોડ સ્થાપવામાં આવ્યો છે અને તેના થાકી મ્યુકરની સારવાર માટે રાજકોટ સિવિલ નંબર વન બન્યું છે.ત્રીજી લહેરને ધ્યાનમાં લઈને ઓક્સિજનની અછતના થઇ તે માટે તંત્રની મદદથી ઓક્સિજનના ઘણા પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા છે.અને સીવીલ સહીત કેન્સર,સમરસ હોસોઈટલમાં આઇસીયુના બેડ પણ ઉભા કરવામાં આવી રહ્યા છે ડોક્ટર્સ ડે નિમિતે લોકોને એ સંદેશો આપવા માંગીશ કે હાલ મહામારીનો અંત થઈ ગયો છે તેવું સમજવું નહિ અને માસ્ક,સોસીયલ ડિસ્ટન અને સેનિટાઇઝર જેવા નિયમોનું પાલન કરીએ સ્વસ્થ રહીએ અને સમયસર વેક્સિનન લઈએ ને જયારે જરૂર પડે ત્યારે ડોક્ટરને સાથ સહકાર આપી મદદ કરીએ.અને દેશના તમામ ડોક્ટર્સને હું ડોક્ટર્સ ડે નિમિતે અભિનંદ પાઠવું છું.

ડોક્ટર્સ માટે પણ સારવાર દરમિયાન પરિસ્થિતિ ઘણા અંશે ડિપ્રેસીવ છે : ડો.મયંક ઠક્કર

vlcsnap 2021 07 01 09h02m01s600

ડોક્ટર મયંક ઠક્કર અબતક સાથેની વાતચીતમાં જણાવે છે કે કોવીડ સિચુએશન ઘણાં અંશે ડીપ્રેસિવ રહી છે. કોરોના કાળ મા એક સ્ટડી કહે છે કે  આજે 2/3મિ પેરામેડિકલ અને ડોક્ટર્સ સ્ટાફ ડિપ્રેશન નો ભોગ બની ગયા હતા! જે રીતના સારવાર દરમ્યાન પેશન્ટ એકલા હતા એ જ રીતના અમે ડોક્ટર્સ પણ ડ્યુટી પર હોય ત્યારે પી.પી.ઇ સુટ અને માસ્ક પહેરી એકલા જ દર્દી ની સારવાર કરતા.

પાણી પીવું હોઈ કે ફ્રેશ થવા વોશરૂમ જવું હોય તો પણ ખૂબ જ મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો, સાથે જ એક એવો સમય હતો કે જ્યારે મારા ઘરમાં બધા જ પરિવારજનો પોઝિટિવ ટેસ્ટ થયા હતા ત્યારે હોસ્પિટલમાં દર્દીઓની સારવાર ની સાથે જ મારા પરિવાર જનો ની સારવાર પણ કરવાનું મેનેજ કર્યું છે જે ખૂબ જ અઘરું હતું અને માનસિક રીતના ખૂબ અસરકારક કહી શકાય. ડ્યુટી નો સમય દરમ્યાન પણ વધી ગયું હતું, ડોક્ટર્સ અને હોસ્પીટલ સ્ટાફ 24*7 પગ પર હતા! પરિવાર જનો થી દુર રહી અને તમામ ડોક્ટર સ્ટાફે પોતાની ફરજ બજાવી છે!

ડ્યૂટી દરમિયાન મારો પરિવાર અલગ જ રહેતો : ડો. જીગરસિંહ જાડેજા

vlcsnap 2021 07 01 09h01m53s282

ડોક્ટર જીગર સિંહ જાડેજા અબતક સાથે વાત કરતાં જણાવે છે કે કોવિડમાં દર્દી જ્યારે દાખલ થતા હોય છે ત્યારે શારીરિક કરતાં વધારે માનસિક રીતના ભાંગી પડતા હોય છે કારણકે બીમારી તો ખુદ ભયજનક છે જ પણ એની સાથે પરિવારજનો થી પણ દર્દીઓ દૂર હોય છે આ બે વસ્તુ દર્દીને માનસિક રીતના ખૂબ અસર કરે છે. આ જ રીતના અમે ડોક્ટર્સ આવા સમયમાં દર્દી અને તેના પરિવારજનોને સાંત્વના આપી માનસિક રીતના પણ સહાય આપતા હોઈએ છે.

ભારત દેશમાં જ્યારે કોઈ ની શરૂઆત થઈ ત્યારે જુઓ સૌરાષ્ટ્રની વાત કરીએ તો હું અને મારા કલીગ ડો અંકિત મકડ્યા સૌ પ્રથમ વાર પોઝીટીવ ટેસ્ટ થયા હતા, આની સાથે જ મારા તમામ પરિવારજનો પણ પોઝિટિવ ટેસ્ટ થયા હતા જેમાં મારી 6 મહિના ની દીકરી પણ આવી ગઈ. બીજી લહેર દરમિયાન તમારો પરિવાર અલગ જ રહેતા હતા ઘણીવાર અહીં ડ્યુટી કરીને હોસ્પીટલ જ સૂઈ જતાં. એક ડોકટરની ફરજ બજાવવા પરિવારથી દૂર રહેવું પડતું હોય છે. દર્દીની સારવાર દરમ્યાન અને જ્યારે તેઓ ઇમ્પ્રુવ પિરિયડમાં હોય છે અને ઈમોશનલ થઈ ગયા હોય છે લોકો સાથે ત્યારે ખુશી અનુભવાય છે, મજા આવતી હોય છે.

મોડી રાતે પણ ઓક્સિજનની અછતના ફોન આવતા : ડો.પ્રફૂલ કમાણી

vlcsnap 2021 07 01 09h02m50s707

‘અબતક’ સાથેની વિશેષ વાતચીતમાં દરમિયાન આઈ.એમ.એ ના પ્રમુખ ડોક્ટર પ્રફુલ કમાણીએ જણાવ્યું હતું કે કોરોના ની સારવાર દરમિયાન સવારે 8 વાગ્યાથી લઈને મોડી રાત સુધી કોરોનાના દર્દીઓના સગા વ્હાલાઓને ફોન આવતા, સવારમાં તૈયાર પણ ન થયા હોય ત્યારથી લઈને રાત્રે સૂઈ ગયા બાદ પણ લોકોના ફોન તેમજ સારવાર કેવી ચાલી રહી છે વગેરે જેવી માહિતીઓ લેવા માટે કોરોનાના દર્દીઓના સગા વ્હાલાઓ ના ફોન આવતા હોય.

કોરોના ની સારવાર દરમિયાન દિવસમાં ત્રણથી ચાર વખત તો ફોન ચાર્જ કરવો પડતો, અડધી રાત્રે પણ ઘણી વખત તો ફોન આવતા હોય કે ઓક્સિજન ખતમ થઈ ગયો છે એની વ્યવસ્થા નથી વગેરે જેવી તકલીફો ઊભી થતી અને માનસિક ટેન્શન એટલું વધી જતું કે એક લેવલ બાદ અમને એવું થતું કે અમારા બાળકો હવે ડોક્ટર ના બને એ જ સારું છે. દરેક ડોક્ટર ને એવું સ્વપ્ન હોય છે કે તેના બાળકો ડોક્ટર જ બને પરંતુ આ પરિસ્થિતિ જોયા બાદ તમામ ડોક્ટરોને એવું થયું કે એમના બાળકો કદાચ ડોક્ટરના બને અને ઓછા કમાશે તો એ ચાલશે પણ પોતાની ની જિંદગી સારી રીતે જીવી શકશે.

અમે જ્યારે ઘરે જવાના હોય એના અગાઉ ફોન કરીને જતા હતા કે બાળકોને અલગ રૂમમાં રાખજો. અમે ઘરે ગયા બાદ ના અડધીથી પોણી કલાક પછી તમામ પ્રકારનું સેનેટાઈઝર સ્ટીમ વગેરે લીધા બાદ જ પરિવાર જનો ને મળીયે છે! અમારા બાળકોને મળતા કોરોના ના કોઈ પણ દર્દીઓ જ્યારે 10 થી 15 દિવસ આઈસીયુમાં દાખલ હોય તેમના સગા વાલા અમારા મેડિકલ સ્ટાફ અને તેમના દર્દી માટે દેવી-દેવતાઓની મૂર્તિ પ્રસાદી વગેરે જેવી વસ્તુઓ મોકલવા માટે કહેતા ત્યારે મેડિકલ સ્ટાફે તમામ કોરોના દર્દીઓ ને પોતાના પરિવારની જેમ માનીને તેની સારવાર કરી હતી !

દર્દીઓમાટે પોતાના ઘર જેવું જ વાતાવરણ ઉભુ કરીએ છીએ : ડો. ભુમિ દવે

vlcsnap 2021 07 01 09h03m00s341

‘અબતક’ સાથેની વિશેષ વાતચીતમાં દરમિયાન ડોક્ટર ભૂમિ દવેએ જણાવ્યું હતું કે કોરોના કાળ દરમિયાન ગમે તેવી સ્થિતિ હોય તમામ ડોક્ટર તથા તમામ મેડિકલ સ્ટાફે અવિરત સેવાઓ આપી છે. એ પ્રથમ લોકડાઉન હોય કે આ સેક્ધડ વેવ નું બીજું લોકડાઉન હોય આ સમય દરમિયાન ઘણા લોકોએ પોતાના ઘણાં સંબંધો સુધર્યા હતા ઘરે પરીવારજનો સાથે રહી, પરંતુ તમામ ડોક્ટર અવિરતપણે પોતાનું કાર્ય શરુ જ રાખ્યું હતું.

હું પોતે પણ એક ગૃહિણી છું મારે પણ બે બાળકો છે મારા સાસુ સસરા મારા હસબન્ડ મારી રાહ જોતા હોય છે પણ ઘરે જઈને જ્યાં સુધી  સેનેટાઇઝ ન થઈ જાય અને વગેરે જેવી કાળજીઓ નું અનુકરણ કર્યા બાદ જ મારા પરિવારમાં આ બધાની સાથે બેસવા ના બદલે માત્ર પૂરતી ઊંઘ કરવા માટે જ ઘરે જતા હતા અને એ પણ પૂરી થતી ન હતી ઘણી વખત અડધી રાત્રે પણ હોસ્પિટલ દોડવું પડતું હતું. ત્યારે દર્દીઓ માટે અમે વિડીયો કાઉન્સિલિંગ તેમજ વગેરે સુવિધાઓ આપેલી હતી તમામ દર્દીઓ ને પોતાના ઘર જેવું જ વાતાવરણ મળી રહે, પૂરતી હૂંફ મળી રહે તેની તમામ જરૂરિયાતો એ પૂર્ણ થાય તથા પરિવારજનો સાથે પણ યોગ્ય સ્થિતિ પ્રમાણે વાતચીત કરી શકે વગેરે જેવી કાળજી તથા સંપૂર્ણપણે ઘર જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું !

ટ્રીટમેન્ટ વખતે મેન્ટલ સ્ટેબીલીટી રાખવી ખૂબ જરૂરી હોય છે : ડો. કોમિલ કોઠારી

vlcsnap 2021 07 01 09h02m14s574

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ડો. કોમિલ કોઠારી એ જણાવ્યું હતું કે દર્દીની ટ્રીટમેન્ટ વખતે મેન્ટલ સ્ટેબિલિટી રાખવી જરૂરી છે દર્દી એક જ તકલીફ લઇને નથી આવતા હોતા. ઘણી બધી સમસ્યાઓ લઇ આવે તેથી એક ડોક્ટર તરીકે તેમને સમજવાના હોઈ અમારા સાયન્ટિફિક નોલેજ સાથે લિંકપ પ્રમાણે દર્દીની સારવાર કરવી પડે છે તેથી જ કહેવાય છે કે દરેક દર્દી અલગ હોય છે.

માનસિક સ્થિરતા એ દરેક ડોકટર માટે મહત્વનું હોઈ છે. ડોક્ટર પણ છેવટે એક માણસ ત્યારે ઘણા ઘણા બધા એવા દર્દીઓ હોઈ જેમની સારવાર માં સમય લાગે  ત્યારે તેમની સાથે  લાગણીસભર સબંધ બંધાઈ જતો  હોય છે.તેના કારણે અમને એક પોઝિટિવ એપ્રોચ થી તેમની ટ્રીટમેન્ટ ખૂબ જ સરળતા થી કરી શકીએ છીએ. કોવિડનો સમય હોઈ કે કોઈ એવો દિવસ હોઈ વધુ દર્દીઓ હોઈ તો પરિવારને જાણ હોઈને હવે તેઓ પણ જાણવા લાગ્યા છે કે કામ વધુ હશે પેશન્ટ વધુ હશે તેના કારણે સમય નથી આપી શકતા.

વધુમાં વાત કરતા જણાવ્યુ હતુ કે ઘણી વખત ડોકટર પર હિંસાના બનાવો બનતા હોય ત્યારે એક કોમ્યુનિટી તરીકે બધા જ ડોકટર ને દુ:ખ થતું હોય છે.કે આટલી સારવાર કરી હોય અને દર્દીના સગા દ્વારા હુમલો કરવામાં આવેતો કેટલી હદે જસ્ટિસ છે. આવા બનાવના કારણે બધા ડોક્ટરો માં એક પ્રકાર નો ભય,ડર ,ચિંતા અનુભવવા લાગે છે. અંત માં જણાવ્યું હતું કે કોરોનાના કહેર બીજા લહેર થી પસાર થઈ ગયા છીએ ત્યારે સાવચેતી રાખીએ અને કોરોનાને ભગાડીએ દરેક ડોક્ટર સારી ટ્રીટમેન્ટ આપવા જ માંગતા હોઈએ છીએ. પરંતુ ઘણી વખત ધાર્યું પરિણામ ન આવતા ડોકટર પર હુમલા ન કરવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.