હોસ્પિટલમાં નાઇટ ડયુટી કરી ઘરે આવેલ, બપોરે મને ન ઉઠાડતા તેમ કહી સવારે 9 વાગ્યે સુતા બાદ સાંજે 7 વાગ્યે પિતા ગોરધનભાઇ ઉઠાડવા ગયા પણ ન ઉઠતા હોસ્પિટલે ખસેડાયા
રાજકોટની ગોકુલ હોસ્પિટલના રર વર્ષીય ડોકટર અવિનાશ વૈષ્ણવનું હાર્ટ એટેકથી મોત થયું છે. નાની વયે હ્રદય રોગના હુમલાથી મોત થતા હોસ્પિટલ સ્ટાફ અને શોકની કાલીમાં છવાઇ હતી.
આ અંગે મળતી વિગત મુજબ રાજકોટના મોરબી રોડ પર ડી.કે. ધારાસ એવન્યુમાં રહેતા ડો. અવિનાશ ગોરધનભાઇ વૈષ્ણવ (ઉ.વ.રર) રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ શાપર ખાતે આરોગ્ય કેન્દ્રમાં ઇન્ટરનશીપ પણ કરતા હતા. ગોકુલ હોસ્પિટલમાં મુખ્યત્વે નાઇટ ડયુટી રહેતી હોવાથજી શનિવારે રાત્રે નાઇટ ડયુટી કરી ગઇકાલે સવારે 9 વાગ્યે ઘેર આવ્યા હતા. ઘરે આવી હવે બપોરે મને ન ઉઠાડતા તેમ કહી ને સુઇ ગયા હતા. સાંજે 7 વાગ્યે તેમને પિતા ગોરધનભાઇ ઉઠાડવા જતા ઉઠતા ન હોવાથી બેભાન થઇ ગયાનો ખ્યાલ આવતા પરિવારજનો દ્વારા તુરંત તેઓને ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરે ત્કાલ સારવાર કરી ડો. અવિનાશનું હ્રદય ફરી ધબકતું કરવા મથામણ કરી હતી. પરંતુ ડોકટર અવિનાશે દમ તોડી દીધો. તેઓને મૃત જાહેર કરાતા હોસ્પિટલ સ્ટાફ સ્તબ્ધ થઇ ગયો હતો.
જયારે પરિવારમાં કલ્પાંત છવાયો હતો. મૃતકના પિતાના જણાવ્યા મુજબ ડો. અવિનાશ બે ભાઇમાં નાના હતા. આયુર્વેદ સારવારની બી.એ. એમ.એસ. ડીગ્રી મેળવ્યા બાદ તેઓ ગોકુલ હોસ્પિટલમાં મેડીકલ ઓફીસર તરીકે નોકરી કરતા તેમને કોઇ બિમારી ન હોતી.
પિતાએ પોલીસને આપેલ નિવેદન મુજબ ડો. અવિનાશને નખમાં પણ રોગ નહોતો. છતાં અચાનક આ રીતે મૃત્યુ થતા મૃતદેહ પીએમ અથેૃ ખસેડાયો હતો. પ્રાથમિક તારણ મુજબ હાર્ટ એટેકથી મોત થયાનું તબીબોનું માનવું છે.