ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને કાપડ મંત્રાલયના સહયોગથી રાષ્ટ્રકક્ષાએ નેશનલ ટોય ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢની ક્ધયા શાળા નંબર 4ની શિક્ષીકા દ્વારા તૈયાર કરવામાં આવેલ રમકડાનું મ્યુઝિયમ જાતે કરી જુઓ કૃત્તિએ રાજ્યકક્ષાએ પણ બેસ્ટ પર્ફોર્મન્સ કર્યું છે. બાળકોને શિક્ષણમાં ઉપયોગી થાય તેવા શૈક્ષણિક રમકડાં સ્કૂલ ખાતે બનાવવાનો ઉદ્દેશ હતો. દરમિયાન જૂનાગઢની ક્ધયા શાળા નંબર 4ની શિક્ષીકા મીન્ટુબેન રતીભાઇ હિંસુએ બનાવેલ રમકડાંની કૃત્તિએ તાલુકામાં અને જિલ્લા કક્ષાએ પણ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.બાદમાં રાજ્યકક્ષાના ઓનલાઇન રમકડાં મેળામાં પણ તેમની રમકડાં દ્વારા મ્યુઝિયમ જાતે કરી જુઓની કૃતિએ સુંદર રીતે પ્રસ્તુતિ કરી હતી. આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય તરૂણભાઇ કાટબામણા, એસએમસી પરિવાર, સીઆરસી, બીઆરસી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અને શાળાના સ્ટાફે મિન્ટુબેન હિંસુને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે.
Trending
- નબળા હૃદય વાળા આ આર્ટીકલથી દુર રહેજો
- સુરત: કતારગામમાં નજીવી બાબતે કરાઈ હ-ત્યા
- તમે Gmail માં ઈમેલને તમારી ભાષામાં ટ્રાન્સલેટ કરી શકો છો! ફક્ત 4 STEPS અનુસરો
- CM પટેલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું
- અમેરિકાએ ભારતને 1400થી વધુ પ્રાચીન મૂર્તિઓ પરત કરી
- ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’નું મોશન પોસ્ટર રિલીઝ, 24 જાન્યુઆરી 2025ના રોજ થશે રિલીઝ
- પરિણીત અભિનેતાએ ધર્મ બદલીને બીજી વાર લગ્ન કર્યા, ત્રીજી સાથે પ્રેમ થયો અને ‘ડ્રીમ ગર્લ’નું તૂટ્યું દિલ
- PM નેતન્યાહુના ઘર પર ફરી 2 રોકેટથી હુમલો, ઈઝરાયેલમાં ખળભળાટ