જેસીઆઇ રાજકોટ યુવા જે જે વીંગ દ્વારા બાળકો માટે ટેલેનટ શોનું આયોજન
ર0મી સુધી ફોર્મ ભરી શકાશે
જેસીઆઇ રાજકોટ યુવા જેજે વીંગ દ્વારા બાળકોના ટેલેન્ટને ઉજાગર કરવા માટે ટેલેન્ટ શોનું આયોજન કરેલ છે. જેમાં બાળકોમાં રહેલ કોઇપણ ટેલેન્ટને બે મીનીટ સુધીના વીડીયો રેકોડીંગ કરીને મોકલવાની રહેશે. ટેલેન્ટ કોઇપણ પ્રકારનું હોય શકે જેમ કે ડાન્સીંગ, સીંગીગ, મીમક્રી, સ્ટનટ શો કે કોઇપણ મ્યુઝિકલ ઇન્સ્ટુમેન્ટ વગેરે માટે ભાગ લઇ શકશે.
ટેલેન્ટ શોને (ત્રણ) કેટેગરીમાં વહેચવામાં આવશે. ર થી પ વર્ષના બાળકો, 6 થી 9 વર્ષના બાળકો અને 10 થી 1પ વર્ષના બાળકો તેમજ દરેક ટેલેન્ટ શોમાં ભાગ લેનાર સ્પર્ધકને મેડલ તેમજ સટીર્ફીકેટ આપીને પ્રોત્સાહીત કરવામાં આવશે. દરેક કેટેગરીમાં પ્રથમ, દ્વીતીય, તેમજ તૃતીય સ્પર્ધકને શીલ્ડ દ્વારા પ્રોત્સાહીત કરવામાં આવશે.
ભાગ લેવા માટે ગુગલ ફોર્મ ભરવાનું રહેશે જે તા. 20-6 સુધીમાં ડીટેઇલ ભરીદેવાની રહેશે જેમની લીંક ગ્રુપમાં શેર કરવામાં આવશે. દરેક સ્પર્ધક જે પણ કેટેગરીમાં ભાગ લેવાના હોય તેમનો વિડીયો તા. 22-6 ના સાંજે 10 વાગ્યા સુધીમાં ક્રિનાબેન માંડવીયા મો. નં. 95372 01377 તેમજ ચેતન પાલા મો. નં. 98248 31123 ને મોકલવાનો રહેશે.
દરેક સ્પર્ધક માટે એન્ટ્રી ફી રૂ. 100 રાખવામાં આવી છે જે પ્રતિકભાઇ દોશીને ગુગલ પે કરવાનું રહેશે. ગુગલ પે નં. 8488001595 ગુગલ ફોર્મની સાથે નો સ્ક્રીન શોટ મોકલવાનો રહેશે. ટેલેન્ટ શોની સફળતા માટે જેજે ચેરપર્સન જેસીકા પાલા પ્રમુખ જેસી ક્રિના માંડવીયા ચેતન પાલા, મધુ સોની (જેસીરેટ ચેર પર્સનલ) અને જેજે હાર્દ પાલાએ ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.