રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળા માં પ્રાથમિક શિક્ષક તરીકેની નિમણુક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા ૩૦-૦૭-૨૦૧૭ ના રોજ બપોરે ૩.૦૦ કલાક થી સાંજે 5.૦૦ કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં tet-2નું આયોજન કરવામાં આવેલ હતું.
રાજ્યમાં અતિભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને પરિક્ષર્થિઓન બહોળા હિતમાં આ પરિક્ષા મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવેલ હતો.
હવે આ પરિક્ષ માટે ઉમેદવારોએ અગાઉ ડાઉનલોડ કરેલ કોલલેટર માન્ય રહેશે જેમાં ઉમેદવારોએ તારીખ સુધારી લેવાની રહેશે અથવા તા ૩૧-૦૭-૨૦૧૭ બપોરે ૨.૦૦ કલાકથી તા ૨૦-૦૮-૨૦૧૭ બપોરે ૩.૦૦ કલાક સુધી https://ojas.gujarat.gov.in/ પરથી નવા કોલલેટર ડાઉનલોડ કરી શકાશે.બે માંથી કોઈ પણ એક કોલલેટર પરિક્ષા માટે ફરજીયાત સાથે લાવવાનો રહેશે.
પરિક્ષાસ્થળ અને સમયમાં કોઇપણ ફેરફાર કરવામાં આવેલ નથી જેની તમામ સંબધિત ઉમેદવારોએ જરૂર નોંધ લેવી.