આજકાલની વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો વ્યસ્તતાની સાથે તણાવ પણ અનુભવતા હોઈ છે. જેની નકારાત્મક અસર તેના વ્યક્તિગત જીવન પર પણ પડે છે. જેના કારણે તે વ્યક્તિગત જીવનથી દુર થતા જાય છે અને પૂરતું ધ્યાન પણ નથી આપી શકતા. તેની આ પ્રકારની વ્યસ્તતાની સીધી અસર તેની સેક્સ લાઈફ પર પણ પડે છે. જેનાથી તેની કામેચ્છા પણ ઓછી થતી જાય છે. એટલું જ નહિ તેના હોર્મોનમાં પણ અસન્તુલન આવે છે. મેદસ્વીતા વધે છે,તેમજ આલ્કોહોલ અને ધુમ્રપાન પણ કામેચ્છા ઘટાડે છે. બજારમાં પુરુષો માટે કામેચ્છા વધારવા માટેની દવા પણ મળે છે. પરંતુ જો તમારે વગર ખર્ચે કામેચ્છા વધારવી છે તો આ મહત્વની ટિપ્સ અપનાવો.
એવું કહેવાય છે કે જિનસેંગ ચા પીવાથી ઇરેક્ટાઇલ ડિસફંક્શનની પરેશાની દૂર કરી શકાય છે, જેના સેવનથી કામોત્તેજના પણ વધે છે.
લસણમાં એલિસિન નામનું તત્વ હોઈ છે,જે રક્ત પ્રવાહને પેનીસ સુધી પહોંચાડે છે.
જેનસિંગ અને લસણ બંનેથી પુરુષોમાં સેક્સ પ્રત્યેની ઉતેજના ખૂબ જ વધી જાય છે.
ઓમેગા ફેટી એસિડનું નામ તો તમે સાંભળ્યું હાશે, જેનો પ્રભાવ સીધો લવ હોર્મોન્સ પાર પડે છે. ઓમેગા 3 ફેટી એસિડ માછલી, અન્ન,બ્રેડ માંથી મળી રહે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com