બાળપણમાં જ્યારે કોઇ કામ આપણા વડિલે આપણનને સોંપ્યુ હોય અને રમતિયાળ જીવને કારણે અથવા તો કાઇ મિત્ર સાથે તોફાનમા મગ્ન બની જવાને કારણે આપણે તે કામ કરવાનુ ભુલી ગયા હોઇએ ત્યારે આપણા પરિવારના વ્યક્તિ આપણને બદામ ખાવાની ખાસ સલાહ આપતા હતા. બદામનો આ રોંજીદો ઉપયોગ કરવાથી ચોક્કસ વ્યક્તિની યાદ શક્તિ વધે છે તે સત્ય છે સાથોસાથ કટલાક યોગ અને પ્રાણાયામ કરવાથી પણ આપણી યાદ શક્તિમાં વધારો થવાનુ સુચવાયુ છે.ક્યારેક કામમા એટલા વ્યસ્ત થઇ જવાને કારણે આજની પેઢીને ભુલી કોઇપણ બાબત ભુલી જવાની આદત ખુબ પરેશાન કરી મુકે છે. ક્ચારેક કામની વ્યસ્તતા તો ક્યારેક ઘરનુ કે પરિવારનું ટેંસન, ને કારણે થોડા સમય પહેલા જ થયેલી ઘટના કે કોઇપણ વાત તરત ભુલી જવાય છે.
આજે માણસ બદામનો ઉપયોગ રોંજીદા જીવનમાં કરે છે પરંતુ રોજ બરોજની ઘટના ક્યારેક ભુલી પણ જાય છે.પરંતુ આપણા શાસ્ત્રમા પણ યાદશક્તિ વધારવાના ઉપાયો જણાવવામા આવેલ છે. આવા જ આ 4 શબ્દ છે, જેને રોજે-રોજ બોલવાથી યાદશક્તિ સારી થઇ જાય છે અને તમે બદામ ખાવાનું પણ ભૂલી જશો. આ ચાર શબ્દોને સાંભળવાથી કે ઉચ્ચારણ કરવાથી બુદ્ધિ તેજ થઇ જાય છે. આ મંત્રને બોલતાં પહેલાં ઉત્તર દિશામાં મા સરસ્વતીની મૂર્તિ કે તસ્વીર સ્થાપિત કરો.
માં સરસ્વતીનો એક ફોટા સામે ચોખ્ખા ઘીનો દીવો પ્રગટાવીને માતાજીને સફેદ ફૂલ અર્પણ કરો, ત્યારબાદ તમારે ॐ એ એ નમ:મંત્રનો જાપ કરવાનો. આ મંત્રને એકદમ મનથી બોલો અને આ દરમ્યાન તમારા મનમાં બીજા કોઇ વિચાર ના લાવો. આ મંત્રને 21દિવસ સુધી બોલવાનો છે અને આટલા દિવસ સુધી તમારે બ્રહ્મચર્ચનું પાલન કરવાનું છે. આ મંત્રના પઠન બાદ 22મા દિવસે સાત કન્યાઓને ખીરનો પ્રસાદ આપો.