દેશ બદલ રહા હૈ!!!
વિશ્વભરમાં જયારે મહામારી ફેલાઈ છે ત્યારે લોકો તેમનાં લગ્ન કેવી રીતે કરશે તે પણ એક મોટો પ્રશ્ન સામે આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સીંગ મારફતે રાખવામાં આવતા ઓનલાઈન લગ્નનું ચલણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે ઓનલાઈન લગ્નને યાદગાર બનાવવા નવયુગલોએ કયાં પ્રકારનાં કાર્યો અને કેવા વિચારો કરવા જોઈએ તે જાણવું અત્યંત જરૂરી છે. એ વાત નકકી છે કે, ઓનલાઈન લગ્નથી જે આમંત્રિતોની હાજરી હોય તે માત્રને માત્ર વર્ચ્યુઅલી જ જોવા મળી શકે છે. જયારે લોકો તેમનાં ઓનલાઈન લગ્ન આ તમામ પ્રકારનાં વિચારોને અપનાવી યાદગાર બનાવી શકે છે.
– લગ્ન કરનાર યુગલો તેમનાં ઓનલાઈન લગ્નમાં તેમનાં સગા-સંબંધીઓ અને મિત્રોને હોસ્ટ પાર્ટી એટલે કે ઈન્ટરનેટ કનેકશનથી જોડી શકે છે.
– વર્ચ્યુઅલી અનેકવિધ મહેમાનોને પણ ઓનલાઈન લગ્ન નિહાળવા માટે આમંત્રિત કરી શકે છે. આ લગ્નનું લાઈવ સ્ટ્રીમ વિશ્ર્વભરમાં થઈ શકે તેવી પણ વ્યવસ્થા ગોઠવી શકે છે.
– ઓનલાઈન લગ્ન માટે યોગ્ય સમય આમંત્રિતો માટેનાં ડ્રેસની વ્યવસ્થાની સાથો સાથ તેમને તેમનાં નિયત સ્થાન પર મનગમતું ભોજન મળી રહે તે વ્યવસ્થા પણ ગોઠવી શકે છે.
– આમંત્રિતો અને મહેમાનો માટે પર્સનલાઈઝ ગીફટની પણ વ્યવસ્થા ગોઠવી શકાય છે.
– આ તમામ સોગાટ લગ્નનાં દિવસે મહેમાનોને મળી રહે તે અંગેની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
– લગ્ન સમયે વરવધુ તેમની સ્પીચ ઓનલાઈન પણ નજીકનાં મિત્રો અને સગાસંબંધીઓ માટે આપી શકે છે.
– લગ્ન પહેલા કરવામાં આવેલા પ્રિવેન્ડીંગ ફોટો શુટ અને વિડીયો પણ લગ્નનાં દિવસે આમંત્રિતો અને મહેમાનોને ઓનલાઈન પણ દેખાડી શકાય છે. આ તમામ મુદાઓ અને આ નવીનતમ વિચારોને નવયુગલો અપનાવે તો તેમના ઓનલાઈન લગ્ન અત્યંત યાદગાર બની રહેશે. હાલનાં સમયે લોકડાઉનની સ્થિતિ નજરે પડતા હવે નવયુગલો તેમનાં લગ્ન ઓનલાઈન મારફતે કરે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.