ડાયેટીંગ કરવાને બદલે હેલ્થી ખાવાથી વજન ઘટવામાં મદદ થાય છે
જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો ઓછુ ખાવું અને વધુ કસરત કરવી જોઈએ. બીજી પણ અન્ય રીતો છે. જેનાથી તમે વજન ઘટાડી શકો પણ એક વાત તો ખરી કે વજન ઘટાડવા માટે કોઈ શોર્ટ કટ હોતા નથી. હેલ્થી ડાયેટ એકમાત્ર સચોટ ઉપાય છે માટે જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો ડાયટેટ્રીકસ ડો.ડેબજાની બેનર્જી સાયન્ટીફીક ટ્રીકસથી વજન ઘટાડવાની વાતો કરે છે.
૧. બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશનના નેશનલ સેન્ટરનાં રિસર્ચ મુજબ સામે આવ્યું છે કે, જમતા પહેલા ગ્લાસભર પાણી પીવાથી વજન ઘટવામાં મદદ મળે છે.
અભ્યાસ મુજબ જમવાની અડધી કલાક અગાઉ અડધો લીટર પાણી પીવાથી ઝડપથી કેલેરી ઘટે છે અને વજન ઘટાડવામાં ૪૪ ટકા વધુ બુસ્ટર ડોઝ મળે છે.
૨. મોર્ડન ડાયેટમાં વધારાની ખાંડ વજન વજવાનું સૌથી મોટુ કારણ છે. જેનાથી ઓબેસીટી અને હેલ્થ કંડીશનની સમસ્યા વધવાની શકયતાઓ બમળી થાય છે. વજન ઘટાડવા માર્કેટમાં મળતા પાઉડર કે જીમ જવાની જરત નથી. સામાન્ય કસરત, સમતોળ આહાર અને ડાયેટ ચાર્ટથી પણ તમે વજન ઘટાડી શકો છો.
૩. ફ્રુટ જયુસ પીવાને બદલે આખા ફળો ખાવાનું શરૂ કરો. કારણકે ફળોમાં રિચ ફાઈબરો હોય છે. જે તમને ઓવર ઈટીંગથી બચાવે છે.
૪. હારવર્ડ મેડિકલ સ્કુલના અભ્યાસ મુજબ ઓછા પ્રમાણમાં ખોરાક લેવાથી વજન ઘટે છે. માટે એક જ સમયે ભરપેટ ભોજન લેવાનું ટાળો. દિવસમાં પાંચ થી છ વખત થોડુ થોડુ, પણ હેલ્થી ખોરાક જમો.૫. વધુ પ્રમાણમાં સોડિયમ ધરાવતા ખોરાકોનું સેવન ટાળો કારણકે નમક ધરાવતા ખોરાક અથવા પીણા પીવાથી શરીરના બ્લડ સ્ટ્રીમમાંથી પાણીની કમી થતા ડિહાઈડ્રેશન થાય છે.
૬. વજન ઘટાડવા ગ્રીન ટી પણ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગ્રીન ટી શરીરમાં રોગપ્રતિકારક શકિત વધારવાની સાથે ડેમેજ થયેલા સેલ પણ જીવંત કરે છે અને મેટા બોલીઝમ વધારે છે. જે વજન ઘટાડવામાં મદદપ બને છે માટે ડાયેટમાં જેમ પ્રોટીનનું પ્રમાણ વધશે તેમ વજન ઘટાડવામાં સરળતા થશે.૭. ડાઈટીંગ કરવાને બદલે હેલ્થી ફુડ ખાવાની ટેવ પાડો, કારણકે હેલ્થી ખાનારા લોકો ફીટ રહે છે.