સાયકોલોજી સીમા અરોરા આપશે માર્ગદર્શન
કેએસપીસી શનિવારે સાંજે યોજાશે વેબિનાર
જે વ્યક્તિ તેના ગુસ્સા પર કાબુ કરી શકે એ એના મન પર કાબુ કરી શકે છે. ગુસ્સાને કાબુમાં કેમ કરશો? વિષય પર શનિવારે વેબિનારનું કેએસપીસી દ્વારા આયોજન કરાયુ છે. કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ દ્વારા ‘એન્ગર મેનેજમેન્ટ’ એ વિષય શનસાઇન ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુસન્સના ક્ધસલ્ટન્ટ સાયકોલોજીસ્ટ સીમા અરોરાના વાર્તાલાપના કાર્યક્રમનું કે.એસ.પી.સી.ના પ્રમુખ હસુભાઇ દવેના માર્ગદર્શન હેઠળ શનિવાર, તા.૭ નવેમ્બરના સાંજે ૫.૧૫ કલાકે ઝુમ મીટીંગ એપના માધ્યમથી આયોજન થયુ છે. આઇ.ડી. પાસવર્ડનો ઉપયોગ કરી આ કાર્યક્રમ લાઇવ નિહાળી શકાશે. જેનુ ઝુમ મીટીંગ આઇ.ડી: ૮૭૮૫૨૭ ૦૬૯૮૭ અને પાસવર્ડ ૧૨૩૪૫૬ છે. વેબિનાર શુલ્ક છે. રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. રજીસ્ટ્રેશન માટે મોબાઇલ નંબર ૯૧૦૪૧૨૯૨૯૯ પર સંપર્ક કરવા જાણાવાયુ છે.
આ કાર્યક્રમના વકતા સીમા અરોરાએ જણાવ્યું હતુ કે ગુસ્સોએ આગ સમાન હોય છે જે બીજાને નુકસાન પહોંચાડતા પહેલા આપણને નુકસાન પહોંચાડે છે. વધુ પડતો ગુસ્સો અને ચિંતા કરવાથી આપણને ઘણા પ્રકારની બીમારીઓ પણ થઇ શકે છે. જેમ કે.બી.પી. થાઇરોઇડ, ડાયાબીટીસ, એસીડીટી વિગેરે. કેવા કારણોસર આપણને ગુસ્સો આવે છે. તેને કાબુ કરવા માટે શુ કરવુ જોઇએ, શુ આપણે ગુસ્સાને મેનેજ કરી શકીએ, આવા પ્રશ્ર્નોના ઉકેલ માટે ચર્ચા કરીશું. કારણ કે જે વ્યક્તિ એના ગુસ્સા પર કાબુ કરી શકે તે એના મન પર કાબુ કરી શકે અને જે વ્યક્તિ તેના મનને જીતી શકે તે દુનિયા જીતી શકે છે.
કાઉન્સીલના સભ્યો, રસ ધરાવતા નાગરીકો, ઉદ્યોગપતિઓ તેમજ વિદ્યાર્થીઓને આ લાઇવ વેબીનાર નિહાળવા કાઉન્સીલના માનદમંત્રી મનહરભાઇ મજીઠીયા એ હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.