૨૧ ઓગષ્ટના સમગ્ર અમેરિકામાં લોકો સૂર્ય ગ્રહણ નિહાળી શકશે
આગામી મહિને સંપૂર્ણ સૂર્ય ગ્રહણ અમેરિકા સહિતના દેશો નિહાળી શકશે. વર્ષોથી સૂર્યનો પ્રકાશ નિહાળતા લોકોને થોડો સમય અંધા‚ અનુભવાશે. આગામી ૨૧ ઓગષ્ટના રોજની સૂર્યગ્રહણની ઘટનાને અમેરિકાના ખગોળીઓ સૌથી મોટી ઘટના તરીકે નોંધશે જેને અમેરિકામાં કરોડો દેશના અને બહારના કરોડો લોકો દ્વારા નિહાળવામાં આવશે.
એક ખગોળ શાસ્ત્રીના મતે આ સૌથી વધુ ફોટો ખેંચી, સૌથી વધુ શેર અને સૌથી વધુ ટવીટ થનારી માનવજાત માટેની ઐતિહાસિક ઘટના બની રહેશે.
કેટલાક ઉત્સાહી લોકો દ્વારા આ સૂર્યગ્રહણ નિહાળવા માટે ખાસ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે જે સદીમાં સૌથી મહત્વનું સૂર્યગ્રહણ સમગ્ર અમેરિકામાં નિહાળવામાં આવશે. તમે પણ તેના વિશે જાણવા માગતા હોય તો આ મોટી ઘટનાને હજુ સમય છે માટે તમારે શું જાણવું જ‚રી છે ? તે અત્રે પ્રસ્તુત છે.
– સૂર્ય ગ્રહણ કઈ રીતે થાય છે ?
સંપૂર્ણ સૂર્ય ગ્રહણ ત્યારે થાય છે જયારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે. જેના કારણે આપણે સૂર્યને નિહાળી શકતા નથી. જો તમે પૃથ્વી પર ચંદ્રના છાયામાં ઉભા હશો તો તમને આકાશમાં અંધા‚ જોવા મળશે અને તાપમાનમાં ઘટાડો અનુભવાશે. જયારે સૂર્ય ફરીથી દેખાય છે ત્યારે આકાશમાં કાળો ગોળો જોવા મળે છે. તમને સૂર્યનું વાતાવરણ જાણવા મળશે. જેને ‘કોરોના’ તરીકે ઓળખાય છે. જેમાં સામાન્ય રીતે ગરમ ગેસ બહાર નીકળતો હોય તેવું જાણવા મળે છે.
માઈક કેન્ટ્રીઅનાકીસ કે જેઓ અમેરિકાનો સૂર્ય ગ્રહણ પ્રોજેકટના મેનેજર છે. તેઓ જણાવે છે કે આ સમયે તમે કદી ન નિહાળ્યું હોય તેવું કુદરતી કરામત જોવા મળશે જે તમને જકડી રાખશે. જેવું ભવિષ્યમાં ફરી કયારેય તમને નહીં અનુભવાય.
– આ સૂર્ય ગ્રહણ કયારે થવાનું છે ?
આ સૂર્યગ્રહણ આગામી ૨૧ ઓગષ્ટના રોજ અમેરિકામાં ઘટવાનું છે. જેમાં ચંદ્રનો પડછાયો પ્રથમ ઉત્તર ન્યુપોર્ટ ખાતે ૧૦:૧૫ કલાકે જોઈ શકાશે. ત્યારબાદ અનુક્રમે દક્ષિણમાં ઈડાહી, યોમીંગ,નેબ્રાસ્કી,કાન્સાસ,મિસૌરી, ઈલીનોઈસ, કેર્ટુકી, ટેનીસ્સી, જયોર્જિયા, ઉત્તર કારોલિના અને દક્ષિણ કારોલિનામાં ધીમે ધીમે સમગ્ર અમેરિકામાં આગળ વધીને બપોરે ૨:૪૯ કલાકે ચાર્લેસ્ટોન ખાતે આખરી જોઈ શકાશે.