આજના અતિ વ્યસ્ત જીવનમાં લોકો પાસે સમયની ખોટ થઈ ગઈ છે. પરિણામે બજારમાંથી શાક-ફળો પણ એકીસાથે અઠવાડિયાના ખરીદતાં હોય છે. આ શાક-ફળો રેફ્રિજરેટરમાં રાખવામાં આવતાં હોવા છતાં પણ ઘણી વખત બગડી જતાં હોય છે. ફળ-શાકને તાજાં રાખવા માટે પરખની આવડત જરૂરી છે.

દ્રાક્ષ 
દ્રાક્ષ ખરીદતી વખતે તે વધુ પડતી નરમ ન હોવી જોઈએ. દ્રાક્ષ તાજી ન હોય તો હાથ લગાવવાથી તરત જ તૂટી જતી હોય છે તે વાત ધ્યાનમાં રાખવી તેમજ મીઠી દ્રાક્ષમાં હળવી પારર્દિશતા કુદરતી જ હોય છે.

સફરજન 
સફરજની છાલ વધુ પડતી ચમકીલી ન હોવી જોઈએ. ચમકતા સફરજન પર વેપારીઓ મીણ લગાડતા હોય છે. મધ્યમ આકારના તથા દેશી સફરજન ખરીદવા વધુ પડતા મોટા કદના સફરજનમાં પેસ્ટીસાઈડની માત્રા અધિક હોવાની શક્યતા રહેલી હોય છે.

બટાકા
નરમ બટાકા નહીં પણ સખત બટાકા ખરીદવા. લીલા રંગના ડાઘવાળા બટાકા તેમજ તેના ઉપર ફણગા ફૂટતા હોય તેવા બટાટા ખરીદવા નહીં. ગરમીમાં નાના બટાટા ખરીદવા, મોટા બટાટા અંદરથી ખરાબ નીકળતાં હોય છે.

લીલા મરચાં
કડક ડીંટિયાવાળા પાતળા મરચાં લેવા તે તાજાં હોવાની સાથેસાથે તીખા પણ હોય છે.

કાંદા
કાંદાની છાલ લાલ રંગની તેમજ છાલ તરત જ આખી ઊતરી જાય તેવી હોવી જોઈએ અને કદની અપેક્ષાકૃત ભારી હોવું જોઈએ.

કોબી
ભારે વજન તથા લીલા રંગની કોબી તાજી હોય છે. જ્યારે ખૂલેલા, ફૂલેલા પાનવાળી કોબીમાંથી પાણી શોષાઈ ગયું હોય છે.

ફૂલ કોબીફ્લાવર
ફૂલ પાનથી ઢંકાયેલું હોય તેમજ પાસે પાસે પાન ગૂંથાયેલા હોય તેને તાજું કોબીફ્લાવર સમજવું.

રીંગણા
તેનું ડીંટિયું લીલું હોય તેમજ રીંગણા સાથે ચોંટેલું હોય અને રીંગણું ઉપાડતી વખતે તે હળવું ગાદલા જેવું લાગે તો તાજું તેમજ બિયાં વગરનું રીંગણું છે તેમ સમજવું. જો તેમાં બિયાં હશે તો પણ કાચા હશે.

પાંદડાંયુક્ત ભાજી
પાંદડાં કડક તેમજ ઓછા પહોળા હોવા જોઈએ તેમજ દાંડી પણ નાની હોવી જોઈએ. પાલક તથા બથઆ જેવી ભાજી તાજીની નિશાની છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.