યુવાપેઢીએ દેશનું અમુલ્ય ધન છે,ત્યારે આ યુવાધન દેશ માટે સમર્પિત થાય તેની ફરજમાં આવે છે.પરંતુ દેશમાટે શું એવું કરવું જેથી દેશ માટે કઈક કર્યાનો સંતોષ થાય તો એના માટે તેમજ યુવાનો યુવતી પ દેશ સેવામાં જોડાય ટે હેતુથી ધ્રાંગધ્રા મીલીટરી સ્ટેશન દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મીલીટરી સ્ટેશનમાં આર્મીને લગતા વિવધ ઉપકરણોનું પ્રદ્રશ્ન પણ યોજાયું હતું.
તેમજ આ પ્રદર્શનની મુલાકાત લેતા NCC કેડેટ્સ અને ૧૨૦૦ વિદ્યાર્થીઓ સાથે કમાન્ડરે વિસ્તાર પૂર્વક વાતચીત કરી સેનાના વિવિધ પાસા વિશે વિશેસ માહિતી આપી હતી.કુદરતી અને માનવસર્જિત આફતોમાં સેના કઈ રીતે મદદરૂપ થાય છે તેની પણ જાણકારી વિદ્યાર્થીઓને આપી હતી જેનાથી પ્રભાવિત થઈ દરેક વિદ્યાર્થીએ આર્મીમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.જો આવી રીતે દેશનો દરેક યુવાન સુરક્ષા દળોની મહત્વ સમજી લેતા જોડાયા તો ખરા અર્થમાં દેશ સેવા કરવાની ઈચ્છા લેખે લાગે તેવું કહેવાય.