તમે વાળને સુંદર બનાવવાના ચક્કરમાં બજારુ ક્રીમ પ્રોડક્ટનો ઉપયોગ કરીને થાકી ચુક્યા છો, તો મુલતાની માટીથી વધારે સારી અને નેચરલ વસ્તુ ક્યારેય નહી મળે. મુલતાની માટી વાળ માટે ઘણી સારી માનવામાં આવે છે.મુલતાની માટીને વાળમાં લગાવવાથી વાળનાં મૂળ મજબૂત થાય છે. તેના સતત ઉપયોગથી ડ્રાય હેર સુંદર અને શાઈન કરવા લાગે છે. આવો જાણીએ, મુલતાની માટીનાં કેટલાક અસરકારક પ્રયોગ વિશે.
૬-૮ ચમચી મુલતાની માટીમાં ૨ ચમચી કાળા મારીનો પાઉડર અને થોડું દહીં ભેળવો. આ પેસ્ટને માથામાં લગાવો અને ૩૦ મિનીટ માટે રહેવા દો. પછી તેને ઠંડા પાણી વડે ધોઈ લો. તેનાથીઓ વાળ ખરવાની સમસ્યા દૂર થઇ જશે.
૪-૬ ચમચી મુલતાની માટીમાં થોડી એલોવેરા જેલ મિક્સ કરો. પછી તેમાં ૨ ટીપાં તમારી પસંદનું તેલ ભેળવો અને ૧ ચમચી લીંબુનો રસ ભેળવો. પછી આ પેસ્ટને માથા પર લગાવો અને ૩૦ મિનીટ બાદ ધોઈ લો.
૪-૫ ચમચી મુલતાની માટીમાં ૩ ચમચી સંતરાનો રસ ભેળવો. પછી આ મિશ્રણમાં ૧ કપ દહીં મિક્સ કરો. આ હેર પેકને માથામાં લગાવો અને ૩૦ મિનીટ બાદ ઠંડા પાણી વડે ધોઈ લો.