દુનિયામાં ફરવા માટે તો ઘણી બધી જગ્યાઓ છે. એમાં એક અનોખું શહેર જાણીતું છે, જે જમીનની નીચે વસેલું છે. તો શું તમે પણ ફરવા ઇચ્છો છો દુનિયાના કોઇ એવા શહેરમાં જે બાકી બધા શહેરોથી અલગ હોય.

જમીન પર અથવા હવામાં તો તમે ફરી લીધું હશે ,તો હવે ફરવાનો વારો અંડરગ્રાઉન્ડનો છે. આપણે વાત કરી રહ્યા છીએ ઓસ્ટ્રેલિયાના કૂબર પેડી ટાઉનની. આ શહેર જમીનની અંદર વસેલું છે. એડીલેટથી કંઈક 800 કી.મી. દૂર પૂર્વમાં વસેલું આ શહેર ખૂબ એકાંતમાં છે. અહીં આસપાસ મરૂસ્થલ છે, એવામાં લોકોએ રહેવા-ખાવા માટે જમીનની નીચે એક શહેર વસાઈ લીધું છે.

આ વિસ્તાર 1915ની સાલમાં ચર્ચામાં આવ્યો હતો. આ વિસ્તારમાં દૂધિયા રંગના પથ્થર ઘણા મળી આવે છે. તમને જાણીને હેરાની થશે કે આશરે 95 ટકા જેટલા દૂધિયા પથ્થર આજ વિસ્તારમાં મળે છે. એવામાં અહીંયા ઘણી માઈન્સ બની ગઈ છે અને લોકોએ હવે અહીંયા રહેવા માટેનો રસ્તો શોધી લીધો છે.

ગરમીમાં અહીંનું તાપમાન 40 થી ઉપર વધી જાય છે. ભારે ગરમીથી બચવા માટે સ્થાનિક લોકોએ જમીનની નીચે ઘર બનાવાનો નિર્ણય કર્યો. એમાં તો લગભગ 4 હજાર લોકો જમીનની નીચે રહેવા લાગ્યા અને હવે તો અહીંયા એક શહેર વિકસી ચૂક્યું છે.

જમીનની નીચે જ તમને હોટલ, કસીનો થી લઈને પુલ અને ગેમ સુધીની બધી સુવિધાઓ મળી રહે છે. અહીંયાના રહેવાસીઓ ઘણા ખુશ રહે છે. અહીંયા નીચે એક મ્યુઝીયમ પણ છે જે લોકોને ખૂબ આકર્ષિત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.