વેમપીયર ફેશીયલ અથવા પ્લેટલેટ ફેશીયલનો ઉપયોગ સ્કીનના ડોકટરો કરે છે.આ ટેકનીકમાં રોગી અથવા કોઈ પણ વ્યક્તિની ભુજામાંથી બ્લડ કાઢીને તેને સેન્ટ્રીફ્યુઝ કરી પ્લાઝમા અને ફ્લુએડ પાર્ટને અલગ કરવામાં આવે છે આમ કરવાથી રેડ અને વ્હાઈટ બ્લડ સેલ્સ અલગ થઈ જાય છે.ત્યારબાદ પ્રોટીનથી ભરપુર સાન્દ્રિત પ્લાઝમાને ચહેરા પર ઈન્જેકટ કરવામાં આવે છે ખાસ કરીનેઆંખોના નીચેના ઘાટા કાળા ભાગમાં વિશેષ ઉપયોગ કરવાંમાં આવે છે.
આ ટ્રીટમેન્ટ આજથી ૨૦ વર્ષ પહેલા બળેલી ત્વચાને સરખી કરવાં માટે અને ઘાવ ભરવાં મતે થતો હતો.એક ટુર્નામેન્ટ દરમ્યાન ઈજાગ્રસ્ત ટેનીસ પ્લેયર રાફેલ નડાલની ઈજાઓ પણ આ ટ્રીટમેન્ટથી જ ઠીક કરવામાં આવી હતી.
ડોકટર વ્યક્તિના ખભ્ભામાંથી રક્તને ખેચી એક વિશેષ પક્રિયા દ્રારા અલગ અલગ ઘટકોમાં વહેંચીડે છે.પ્લેટલેટ્સ યુક્ત પ્લાઝમાને નીકાળી દેવામાં આવે છે ત્યારબાદ તેમાં વિટામીન અને એમીનો એસીડનો ડોઝ ઊમેરી સિરીંજ વડે ચહેરા પર ભરી દેવામાં આવે છે આ પક્રિયામાં ૨૦ મિનીટનો સમય લાગે છે.મોટાભાગના લોકો પોતાની ઉમ્ર ઓછી કરવાં માટે આ ફેશીયલ કરાવાનું પસંદ કરે છે.