ઉનાના ગાંગડા ગામના ખેડૂતે કાશ્મીરી બોરની ખેતી કરી લાખો રૂપિયાની આવક મેળવી
બજારોમાં અનેક પ્રકારના બોર મળે છે પરંતુ એપલ બોરની માંગ વધુ છે ત્યારે ઉનાના ગાંગડા ગામના પ્રગતિ શિલ ખેડૂત ભીખુભાઈ ખસિયા એ કાશ્મીરી રેડ એપલ બોરની સફળ ખેતી કરી ઉના અને ગિર સોમનાથ જિલ્લામાં બાગાયતી પાકમાં નવી જાતનો ઉમેરો કર્યો છે માત્ર ૮ ધોરણ પાસ કરી કરિયાણાની નાની એવી દુકાનમાં વ્યવસાય કરી પિતાની સાથે ખેતીનો વ્યવસાય અપનાવ્યો છે.
ગત વર્ષ લોકડાઉન નાં નવરાશના સમયનો સદુપયોગ કરી અને પાંચ વીઘા જમીનમાં ૮૦૦ જેટલા બોરના ઝાડ ઉગાવી ૧૪ લાખ થી વધુની આવક મેળવી બન્યા આત્મનિર્ભર
ગાંગડા ગામના એક યુવા પ્રગતિશીલ ખેડૂત ભીખુભાઈ ખસિયા એ તેમના ભાઈ ગંભીર ભાઈ ખસિયા સાથે મળી લોક ડાઉન નાં સમયમાં કાશ્મીરી રેડ એપલ બોરની સફળ ખેતી કરી ગિરસોમનાથ જિલ્લામાં બાગાયતી ખેતીમાં અભિનવ પ્રયોગની નવી કેડી કંડારી હતી કોઈ પણ જાતના ખાતર કે બિયારણ વગર સંપૂર્ણ ઓર્ગેનિક અને ગાય આધારિત એપલ બોરની ખેતીમાં તેમણે છાણીયું ખાતર અને ગૌમુત્ર નાં ઉપયોગ થકી આ વર્ષે લાખોનું ઉત્પાદન મેળવ્યું હતું તેમણે કોલકતાથી રેડ એપલ બોરના પ્લાન્ટ મંગાવી પોતાની જમીન મા તેનું ઉત્પાદન કર્યું છે.
હાલમાં તેમણે પ્રયોગાત્મક ધોરણે ૮૦૦ જેટલા એપલ બોરના પ્લાન્ટ નુ સફળ વાવેતર કરી ગત વર્ષ કરતા વધુ ની કમાણીનું ઉત્પાદન મેળવ્યું હતું ખાવામાં સફરજન જેવા મીઠા અને દેખાવે નાના લાગતા આ બોર બજારમાં ૫૦ થી ૭૦ રૂપિયે કિલોના ભાવે વેચાય છે