વૈશ્ર્વિક મહામારી બાદ જે લોકડાઉનની સ્થિતિ સર્જાય છે તેનાથી લોકો વર્ક એટ હોમ ક્ધસેપ્ટને અપનાવ્યો છે પરંતુ ઓનલાઈન અને વર્ચ્યુઅલ કલાસરૂમથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને ઘણીખરી તકલીફનો સામનો પણ કરવો પડી રહ્યો છે. વર્ચ્યુઅલ કલાસરૂમ લોકો બનાવી તો લ્યે જ છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેનાથી લોકો અજાણ છે. વર્ચ્યુઅલ કલાસરૂમનું મહત્વ શું હોય શકે તેનો ખ્યાલ હજુ સુધી લોકોને સાચી રીતે આવ્યો નથી પરંતુ જો શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઓનલાઈન ટીચીંગ માધ્યમને સમજે અને વર્ચ્યુઅલ કલાસમને ઉપયોગી બનાવી શકે. નીચે જણાવવામાં આવતા મુદાઓને જો ધ્યાન પર લેવામાં આવે તો વર્ચ્યુઅલ કલાસરૂમને અત્યંત અસરકારક અને ફાયદારૂપ બનાવી શકાય જે માટે શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓએ થોડા મુદાઓ ધ્યાને લેવા અત્યંત જરૂરી છે.
– વર્ચ્યુઅલ કલાસરૂમ માટે વિદ્યાર્થીએ ઉચ્ચ ગુણવતાવાળું લેપટોપ અથવા તો કોમ્પ્યુટર રાખવું ફરજીયાત છે જેમાં તેઓને હાઈડેફીનેશન કેમેરા અને પાવરફુલ માઈક મળી શકે જેથી વર્ચ્યુઅલ લેકચર દરમિયાન કોઈપણ પ્રકારનો ખલેલ તેઓને ન પડે.
– એવી જ રીતે વિદ્યાર્થીએ સારું બ્રોડબેન્ડ કનેકશન રાખવું પણ જરી છે જેની સામે હાઈસ્પીડ વાઈ-ફાઈ કનેકશન ડોન્ગલ મારફતે આપવામાં આવે તો તેનો સીધો જ લાભ વિદ્યાર્થીઓને મળી શકે છે અને લેકચર દરમિયાન કોઈપણ પ્રકારનું ડિસ્ટબન્સ કે પાવર કટ દરમિયાન ઈન્ટરનેટ સ્પીડને પણ કોઈપણ પ્રકારની અસર ન પહોંચે.
– વર્ચ્યુઅલ કલાસરૂમ જયારે શરૂ હોય ત્યારે નેચરલ લાઈટીંગ હોવી એટલી જ જરૂરી છેે જેથી સામે જોનાર અને લેકચર આપનાર વ્યકિતઓને એકબીજા પરસ્પર રીતે સારી રીતે જોઈ શકે અને તેની ઓળખ પણ કરી શકે. નોર્મલ લાઈટમાં વર્ચ્યુઅલ કલાસરૂમનો લાભ વધુ સમય માટે ઉપયોગી સાબિત થતો નથી જેમાં ડિમ લાઈટ સહિતનાં ઘણા પ્રશ્ર્નો પણ સતાવતા હોય છે. આ તમામનાં બદલે જો નેચરલ લાઈટ રાખવામાં આવે તો વર્ચ્યુઅલ કલાસમનો લાભ યોગ્ય રીતે લઈ શકાય છે.
– વર્ચ્યુઅલ કલાસરૂમનાં યોગ્ય ઉપયોગ માટે વિદ્યાર્થી અથવા તો શિક્ષકોએ વેબીનાર માટે ઝુમ એપ્લીકેશન, વેબએકસ તથા ગુગલ કલાસરૂમનો લાભ લેવો જોઈએ જેથી વર્ચ્યુઅલ કલાસરૂમ યોગ્ય રીતે ઉપયોગી સાબિત થઈ શકે.
– ઓનલાઈન ટુલ્સ માટે વર્ચ્યુઅલ કલાસરૂમનો લાભ લેવા માટે ઉપયોગકર્તાઓએ ગુગલ ડ્રાઈવ તથા માઈક્રો સોફટ ટીમનો ઉપયોગ કરવો જોઈએ જેથી જે ફાઈલની આપ-લે કરવામાં આવે તેનો લાભ હોસ્ટ અને વર્ચ્યુઅલ કલાસરૂમનો લાભ લેતા વિદ્યાર્થીઓને પણ મળી શકે. આ ટુલનાં ઉપયોગથી ડોકયુમેન્ટ, નોટ શેરીંગ, અસાઈમેન્ટ જેવા કાર્યો પણ થઈ શકે છે.
ત્યારે આ તમામ મુદાઓને જો ધ્યાને લેવામાં આવે તો વર્ચ્યુઅલ કલાસરૂમનો ઉપયોગ યોગ્ય રીતે થઈ શકશે.