દરેક સ્ત્રી જ્યારથી રસોઇ કરવાનું શીખે ત્યારથી જ તેના મનમાં અલગ-અલગ નાવી રેસિપિ બનવાનું થાય છે મન.કારણ તેને બનવું હોય છે એક આદર્શ મહારાણી ઘરની આથી જ સ્ત્રી માટે અવનવી વાનગીઓ બનાવવા માટે એક આગવું આકર્ષણ ધરાવે છે,પરંતુ તેનાથી પણ મહત્વની વાત એ છે કે, આ વાનગીઓ બનાવવામાં રેસિપીનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ કિચનની અમુક ટિપ્સ પણ આવે છે,જેનાથી કોઈ પણ સ્ત્રી પોતાના દિલ તેમજ ઘરની મહારાણી બની શકે છે. તો એક વાર અજમાવો આ ટિપ્સ અને તમે પણ બની શકો છો કિચનને રાણી અમે જીતી શકો છો સર્વેના દિલ.
ધ્યાનમા રાખવા જેવી અમુક કિચન ટિપ્સ :-
- લીલા કે લાલ મરચાને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે પહેલાં તેના ડીંટિયા કાઢી નાખો.
- શાકભાજી સમારતી વખતે લાકડાના પાટિયાનો ઉપયોગ કરો.
- દૂધ ગરમ કરતી વખતે તે ઉભરાય નહીં, તે માટે તપેલીની કિનારી પર સહેજ ઘી લગાવો.
- પ્રેશર કૂકરની રિંગ ઢીલી થઇ ગઇ હોય તો તેને થોડો સમય ફ્રજિમાં મૂકી દેવાથી તે ફરી વપરાશમાં લઇ શકાશે.
- ખાંડના ડબ્બામાં ૬-૭ લવિંગ નાખવાથી ખાંડમાં કીડીઓ નહી લાગતી.
- કાપેલા સફરજનમાં લીંબૂની થોડા ટીંપા નાખવાથી સફરજનના ઉપરનો ભાગ કાળું નહી થાય.
- ગરમીમાં કીડીઓના કારણ પરેશાની હોય છે. તે સમયે ટ્યૂબલાઈટની પાસે ડુંગળી ૧-૨ લટકાવી નાખો.
- લસણ ફોલતાં પહેલાં લસણની કળીઓને નવશેકા પાણીમાં પલાળી રાખવાથી તેના ફોતરાં સહેલાઈથી નીકળી જાય છે.
- શીરો બનાવવા માટે ક્યારેય તેમાં પાણી ન નાખશો, તેમા હંમેશા ચાસણી બનાવીને નાખો.
- બટાકાને લાંબા કાપીને ઉકાળવાથી જલ્દી બફાઇ જાય છે.
- લોટ બાંધતા સમયે પાણીમાં થોડું દૂધ મિક્સ કરવાથી રોટલી વધારે સ્વાદિષ્ટ થઈ જાય છે.
- ભાતને ચઢાવતી વખતે ઉમેરો તેમાં ૨ ટીપાં લીંબુનો રસ આપના ભાત બનશે સફેદ અને ફુલેલા દાણાના.
- પંજાબી શાકની ગ્રેવીને ઘટ બનાવમાં માટે તેમાં ૧ ચમચી ઉમેરો કાજુની પેસ્ટ.