વાઘેશ્ર્વરી એજયુ. ટ્રસ્ટ અને સાયબર ડિફેન્સ સ્કવોર્ડ દ્વારા આયોજન: રજીસ્ટ્રેશન શ: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
વાઘેશ્ર્વરી એજયુકેશન ટ્રસ્ટ તથા સાયબર ડિફેન્સ સ્કવોડ દ્વારા આજનાં સમયમાં મોબાઈલ ફોન પર થતા સાયબર ક્રાઈમ અને ઈથીકલ હેકિંગનો એક ફ્રિ વર્કશોપનું આયોજન આગામી તા.૨૧/૧૧/૨૦૧૯ ગુરુવારે સાંજે ૬ કલાકે વાધેશ્ર્વરી એજયુકેશન ટ્રસ્ટ પેલેસ રોડ રામ ઔર શ્યામ ગોલાવાળી શેરી ખાતે કરવામાં આવેલ છે. રજીસ્ટ્રેશન માટે મો.૯૮૭૯૩ ૩૧૬૬૦, ૯૪૦૯૭ ૪૬૩૯૩ ઉપર સંપર્ક કરવો.
સોશિયલ મીડિયાનું મહત્વ આજના જીવનમાં ખુબ વધી ગયું છે અને અત્યારનાં સમયનું સૌથી ખતરનાક હથિયાર તમારો ફોન છે. કેમ કે તમારી પુરી પર્સનલ લાઈફ કે નાણાકીય વહિવટ તેમાં જ હોય છે. આજકાલ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ એન્ડ્રોઈડ મોબાઈલનો ઉપયોગ કરે છે. તેના માતા-પિતાને જાણ નથી હોતી કે જે ફોન તેના બાળકની સુવિધા માટે આપી રહ્યા છે. એ જ ફોન તેના માટે કેટલો ખતરનાક સાબિત થાય છે. સવારથી રાત સુધી ચેટીંગ, સર્ફીંગ, શોપીંગ, ફોટો, કોલ, વિડીયો રેકોર્ડીંગ બીજી ઘણી પ્રવૃતિ કરતા હોઈએ પણ તમે જાણો છો કે કોઈ વ્યકિત તમારા ફોન પર દુરથી પણ નજર રાખી શકે છે ? કોઈ તમારા ફોન દ્વારા તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા પણ ઉપાડી શકે છે તો આ બધા સાયબર ક્રાઈમ અને હેકર્સ તમારો ફોન કઈ રીતે હેક કરે છે અને તેને બચવાના ઉપાય આ ફ્રિ વર્કશોપમાં આપવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નયન રાણપરા, પશ્મિનભાઈ રાણપરા, આનંદ ચોકસી, હર્ષ પાટડિયા, ફોરમ સોલંકી, ગોપી ઝીંઝુવાડીયા, નરેશ મકવાણા, હિમતસિંહ રાઠોડ તથા ભાવેશ ચાવડા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ નયન રાણપરા, કલ્પેશ રાણપરા, નરેશ મકવાણા અને હિમતસિંહ રાઠોડ અને ભાવેશ ચાવડાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.