જો તમારું આધાર કાર્ડ ખોવાઇ ગયું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે સરળતાથી તમારા આધાર કાર્ડની ડિજિટલ કોપી ડોઇનલોડ કરી શકો છો. આ માટે તમારી પાસે તમારો આધાર નંબર હોવો જરૂરી છે. જો તમારી પાસે આધાર નંબર ન હોય તો તે પણ તમે આનલાઇન જાણી શકો છો.

12 અંકોનો આ સરકારી આઇડેન્ટિફિકેશન નંબર જરૂરી તો નથી પરંતુ તે સરકારી દસ્તાવેજોમાં ઓળખ પત્ર રૂપે કામ લાગે છે. તાજેતરમાં કેટલીક સરકારી સંસ્થાઓમાં આધાર ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

આધારકાર્ડની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની ડિજિટલ કોપી પણ મેળવી શકાય છે. તેના UIDAIની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. આધારકાર્ડની ડિજિટલ કોપી ડાઉનલોડ કરવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ.
આ રીતે મેળવો આધાર નંબર

– UIDAIની વેબસાઇટ પર જાઓ.

-સુનિશ્ચિત કરો કે સ્ક્રીનના ટોપ પર રહેલા ઓપ્શન માંથી Aadhaae No(UID) પસંદ કરવામાં આવ્યું છે.

-તમારું પૂરૂ નામ ટાઇપ કરો, જેવું તમારા આધાર કાર્ડમાં પ્રિન્ટેડ છે.

-ઇમેઇલ આઇડી અથવા ફોન નંબર માંથી એક ટાઇપ કરો. ધ્યાન રાખો કે આ વિગતો તમારા આધાર કાર્ડની વિગતોથી અલગ ન હોય.

-ઇમેજમાં દેખાતા કેરેક્ટર્સને Enter the security Code ઉપર રહેલા બોક્સમાં ટાઇપ કરો.

-OTP મેળવવા માટે ક્લિક કરો.

-વન ટાઇમ પાસવર્ડ તમારા ઇમેઇલ આઇડી અથવા મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. Enter OTP બોક્સમાં પાસવર્ડ નાંખો.

-Verify OTP  પર ક્લિક કરો.

-હવે તમારો આધાર નંબર તમારા ઇમેઇલ આઇડી અથવા મોબાઇલ નંબર પર મળી જશે.

આ રીતે ડાઉનલોડ કરો આધાર કાર્ડ

આધાર નંબર મળ્યા બાદ તમે તેનો ઉપયોગ આધાર કાર્ડની ડિજિટલ કોપી ડાઉનલોડ કરવા માટે કરી શકો છો. તેના માટે ફોલો કરો  સ્ટેપ્સ

-UIDAIની વેબસાઇચ પર  e-Aadhaar પેજ પર જાઓ.

-ત્યારબાદ I haveના બાજુમાં Aadhar સિલેક્ટ કરો.

-તમારો આધાર નંબર સિલેક્ટ કરો. પૂરૂ નામ અને પોતાના વિસ્તારનો પિનકોડ નાંખો.

-Enter above Image Text બોક્સમાં ઉપર દેખાતી ટેક્સટ ટાઇપ કરો.

–  Get One Time Password પર ક્લિક કરો.

-જો તમે પોપ અપ બોક્સમાં કન્ફર્મ પર ક્લિક કરશો તો આ વન ટાઇમ પાસવર્ડ તમારા મોબાઇલ પર મોકલવામાં આવશે. તમે આ નંબર તમારા ઇમેઇલ આઇડી પર પણ મંગાવી શકો છો.

– Enter OTP ની બાજુમાં રહેલા બોક્સમાં પાસવર્ડ નાંખો.

– Validate & Download પર ક્લિક કરો.

આ રીતે તમને તમારા આધાર કાર્ડની ડિજિટલ કોપી મળી જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.