ત્વચાને નુકશાન ન થાય તે માટે પેચ ટેસ્ટ, મિશ્રણ, સૂર્યપ્રકાશથી દૂર ઠંડકમાં સાચવણી કુદરતી અને શુધ્ધિની ખરાઈ સહિત સાવચેતી રાખો
સુંદરતાને લગતી સમસ્યા નિવારવા માટે બ્યુટીક્રીમમાં તેલ એ જરૂરી માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો તેનો ઉપયોગ કરવાની ના પાડે છે. એ જરૂરી છે કે તેનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરવો જરૂરી છે. આ પ્રકારનાં પ્રસાધન નો ઉપયોગ આંખની આસપાસ કરવાની નિષ્ણાંતો ના પાડે છે.
બ્યુટી એકસપર્ટ અને ઓર્ગેનિક હાર્વેસ્ટના ટ્રેઈનીંગ હેડ સોનિયા માથુર તથા સોલ ફલાવરના મેનેજીંગ ડાયરેકટર અમીત શારદાએ આ પ્રકારનાં તૈલી પ્રસાધન રોજીંદો ઉપયોગ કરતા પહેલા કેટલાક સૂચનો કર્યા છે.
ખરીદી પહેલા પેચ ટેસ્ટ:
આ પ્રકારના તૈલી પ્રસાધનોનો ઉપયોગ ત્વચાપર કરતા પહેલા એ તમારી ત્વચાને માફક આવે છે. કે નહી તેની ચકાસણી કરવા માટે નાનકડા ભાગ પર તેનો પ્રયોગ કરીને જોવો જરૂરી છે. આમાંથી કેટલાક તેલ દ્વારા ત્વચાની સંવેદનશીલતા અને સૂર્યની ગરમી વખતે ગંભીર નુકશાન પહોચાડી શકે છે.
તૈલી પ્રસાધનના ઉપયોગ પહેલા મિશ્રણ કરો!
તૈલી પ્રસાધનોમાં બેઝ ઓઈલ કે કેરીયર ઓઈલ મિશ્રણ ન કરવામાં આવે તો ત્વચા ખરાબ થઈ શકે છે. આ પદાર્થો ઉચ્ચ તીવ્ર અને મિશ્રણ વગર ત્વચાપર વાપરવા યોગ્ય નથી માટે બેઝ કે કેરિયલ ઓઈલનું મિશ્રણ કરવું જરૂરી છે. તેની ટકાવારી બેઝ ઓઈલ કરતા દસમા ભાગની હોવી જ‚રી છે. ઓલીવ, આલમન્ડ, જોજોબા, ગ્રેપસીડ અને કોકોનેટ ઓઈલનો વપરાશ કેરિયર ઓઈલ તરીકે કરી શકાય છે.ઠંડક તથા સૂર્યપ્રકાશથી દૂર સાચવણી:
તૈલી પ્રસાધનોને હંમેશા ઠંડી અને સૂર્ય પ્રકાશથી દૂર હોય તેવી જગ્યા પર સાચવણી કરવી જરૂરી છે. જેના દ્વારા તે લાંબા સમય સુધી ગુણવતા જાળવી શકે છે આવા પ્રસાધનોની લાંબા ગાળા સુધી એટલે કે ચાર વર્ષ સુધી જાળવી શકાય છે. જો તેની સાચી રીતે સાચવણી કરવામાં આવી હોય.
કુદરતી અને શુધ્ધિની ખરાઈ
તૈલી પ્રસાધનોની વિવિધ પ્રકારની બ્રાન્ડ દ્વારા સપ્લાય કરવામાં આવે છે. માટે તે પ્રસિધ્ધ દસ બ્રાન્ડમાંથી જ ખરીદો તેટલું જ પુરતુ નથી પરંતુ આ પ્રોડકટ ૧૦૦ ટકા શુધ્ધ છે અને કુદરતી છે. તેની ખરાઈ કરવી ખૂબ જરૂરી છે. બિન કુદરતી બ્રાન્ડ દ્વારા વપરાતા કેમિકલ તમારી ત્વચા માટે લાંબા ગાળે નુકશાનકારક હોઈ શકે છે.
આ પ્રકારના નુકશાન કારક પદાર્થો ત્વચાને નુકશાન ન પહોચાડે તે માટે તમારે ચોકકસ નિષ્ણાંતોની સલાહ બાદ જ ઉપયોગમાં લેવા જરૂરી છે. ગર્ભાવસ્થા દરમ્યાન તેનો ઉપયોગ ન કરવો જોઈએ તથા આંખ કે કાન જેવા અવયવોથી દૂર રાખવું જરૂરી છે. કેટલાક તમારા કોન્ટેક લેન્સ માટે પણ નુકશાનકારક છે. તો આવા તૈલી પ્રસાધનોના ઉપયોગ બાદ તુરંત જ લેન્સને અડવા ન જોઈએ. તેમજ આંખમાં ચેપ લાગવાની પણ સંભાવના છે. માટે સાવચેતી પૂર્વક વાપરવા જરૂરી છે.