ફોન જીવનનું મહત્વનું અંગ બની ગયું છે.ફોન વગર માણસ એક મિનીટ પણ રહી શકતા નથી.ફોન ચાર્જમાં મુક્યો હોય તેટલી વાર પણ માણસ બેચેની અનુભવે છે.એ તો ઠીક માણસ ટોઇલેટમાં પણ ફોન લઇ જાય છે અને ચેટીંગ કરતા હોય છે,ગીતો સાંભળતા હોય છે વગેરે જેવી પ્રવૃત્તિ કરતા હોય છે.પણ શું તમને ખબર છે..? ટોઇલેટમાં ફોન વાપરવાથી બીમારીનો ભોગ બની જવાય છે.
તો જાણીએ ટોઇલેટમાં મોબાઈલ શા માટે વાપરો ન જોઈએ અને કેવા કેવા રોગો થાય છે
ટોઇલેટમાં જે ફ્લશ હોય છે તે દ્વારા જે પાણી છોડવામાં આવે છે તેના બેક્ટેરિયા હવામાં ઉડે છે અને આ બેક્ટેરિયા ૨૦ સેકન્ડ સુધી વોશરૂમમાં રહે છે. વોશરૂમ વેન્ટીલેટેડ હોય તો પણ બેક્ટેરિયા વોશરૂમમાં રહે છે.આ હવામાં ફેલાયેલા બેક્ટેરિયામાં ઘણા પ્રકારના બેક્ટેરિયા હોય છે જેમ કે ઇકોલા,સાલ્મોનેલા અને ડીફ્ફ વગેરે હોય છે.આ બેક્ટેરિયા આપડા આંતરડામાં પહેલેથી જ હોય છે.અને આ બેક્ટેરિયા મળ દ્વારા બહાર કાઢીએ છીએ.પણ ફ્લશ કરવાથી આ બેક્ટેરિયા હવામાં ભળી જાય છે.
મોબાઈલ પર લાગેલા બેક્ટેરિયા કેટલા હાનીકારક..?
આ બેક્ટેરિયા આપણા શ્વાસમાં જાય ત્યારે નુકશાન તો કરે જ છે પણ સાથે લઇ ગયેલા મોબાઈલમાં ચોંટી જાય છે.આ ફોન પર લાગેલા બેક્ટેરિયા જયારે જમવા જઈએ ત્યારે સાથે લઇ જઈએ છીએ ત્યારે બેક્ટેરિયા ફૂડ પર પણ બેસી જાય છે.જેના કારણે રોગો થાય છે.
પેટ ખરાબ થાય, ડાયરિયા, ઉલટી થાય છે અને અમુક કેસ તો એવા સામે આવ્યા છે જેમાં ઇકોલા,સાલ્મોનેલા અને ડીફ્ફ બેક્ટેરિયાથી લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.
સમયની બરબાદી અને પાઈલ્સ નામનો રોગ
ટોઇલેટમાં ફોન વાપરવાથી સમય બરબાદ થાય છે. એટલે આપણા કામ સમયસર પુરા થતા નથી.કામ સમયસર પુરા ન થવાથી માનસિક તાણ લાગે છે.ટોઇલેટમાં ફોન વાપરી સમય તો બરબાદ કરી જ છીએ સાથે વધારે સમય બેસી રહેવાથી પાઈલ્સ નામનો રોગ પણ થાય છે. પાઈલ્સ એટલે વધારે સમય બેસી રહેવાથી ગુદાની નસ ફૂલી જાય છે. અને નસ ફૂલવાથી યોગ્ય રીતે રક્ત વહન ન થતા પાઈલ્સ નામનો રોગ થાય છે.