અત્યારના આધુનિક યુગમાં દરેક લોકો વ્યસ્ત છે, ત્યારે બાળકના નાસ્તા બોક્સથી લઈ ઓફિસના ટિફિન બોક્સમાં પેક થતો ખોરાક એલ્યુમિનિયમ ફોઈલમાંજ રાખવામાં આવે છે.આ ઉપરાંત હોટેલમાંથી આવતા ફૂડ પાર્સલમાં પણ એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ થાય છે. જેનો મુખ્ય હેતુ ખોરાકને ગરમ રાખવાનો હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમો ઉપયોગ પણ વધ્યો છે. જેના માટે લોકો એવું પણ માને છે કે એલ્યુમિનિયમ ફોઈલમાં રાખેલો ખોરાક હેલ્ધી રહે છે. પરંતુ ખરેખર શું એવું છે???
હા એ વાત સાચી છે કે એલ્યુમિનિયમ ફોઈલમાં રાખેલું ફૂડ લાંબા સમય સુધી તાજું રહે છે,અને બહારની ધૂળ માટીથી સુરક્ષિત પણ રહે છે.પરંતુ એની સાથે કેટલાક નુકશાન પણ છે જેને લોકો ગણકારતા નથી.
બાળકની ટિફિન હોય કે ઓફિસનું એના માટે એલ્યુમિનિયમ ફોઈલ રસોડાની એક જરૂરિયાતની વસ્તુ બની ગયું છે, તમે જમવાનું પેક કરવા સમયે એવું વિચારતા હશો કે તેમાં જમવાનું ફ્રેશ રહેશે પરંતુ ખરેખર તો એવું નથી, એલ્યુમિનિયમ ફોઈલમાં પેક કરેલું ભોજન અનેક બીમારીઓને નોતરે છે.
આજના સમયમાં લગભગ દરેક ઘરમાં તેનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે ત્યારે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે,જયારે કોઈ ગરમ વસ્તુને ફોઈલમાં પેક કરવામાં આવે છે, ત્યારે ફોઈલ પણ ગરમ થાય છે જેના કારણે તેમાં રહેલા ભોજનમાં પણ એલ્યુમિનિયમના કાણો મિક્સ થાય છે. જે ઘાતક હોઈ છે. જેના કારણે આનેક બીમારીઓ થવાની સંભાવના પણ વધી જાય છે. એલ્યુમિનિયમનું તત્વ જમવાની વસ્તુમાં ભળવાથી કેન્સર જેવી ગંભીર બીમારીનો ખતરો વધી જાય છે. આ ઉપરાંત અલ્ઝાઇમર અને ડિમેન્શિયા થવાના ચાન્સ પણ રહે છે.
એલ્યુમિનિયમ ફોઈલનો અતિરેક આપણા હાડકાને પણ નુકશાન પહોંચાડે છે.
જો તમે કોઈ એસિડિક વસ્તુને અથવા તો કોઈ સુધારેલા ફળોને અને મસાલેદાર ભોજનને એલ્યુમિનિયમ ફોઈલમાં પેક કરો છો તો તેનું કેમિકલ બેલેન્સ ખરાબ થાય છે, જેના કારણે એ આપણા સ્વાસ્થ્યને પણ નુકશાન પહોંચાડે છે.
આટલું જાણ્યા પછી તમે એટલું તો સમજી ગયા હશો કે એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરવો કે નહિ… પરંતુ જો તમારે ફોઈલનો ઉપયોગ કરવો હોઈ તો કેટલીક બાબતોની કાળજી રાખવી પણ એટલી જ જરૂરી છે જેમાં ખોરાક હળવો ગરમ હોઈ ત્યારેજ તેમાં પેક કરવો, અટવા તો સૌ ઠારી જાય પછી પેક કરવો આ ઉપરાંત ઉત્તમ ગુણવત્તા વાળા જ એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરવો અને બને ત્યાં સુધી જ્યાં જરૂરિયાત હોઈ ત્યાં જ તેનો ઉપયોગ કરવો અને બાળકોના ટિફિનમાં તેનો ઉપયોગ ટાળવો એ હિતાવહ છે.