આપ 3નાં હોવ કે 30 ના, જ્યારે પણ ખાવાના ટેબલ પર બેસો છો, ત્યારે તમારા માતાએ જરૂર પૂછ્યું હશે કે આપે હાથ ધોયા કે નહીં ? હકીકતમાં હાથ થોવું એક યોગ્ય બાબત છે.

કારણ કે વૈજ્ઞાનિકો અનુમાન લગાવે છે કે 80 ટકા ચેપ હાથોનાં માધ્યમથી પ્રસરે છે, પરંતુ હાથ ધોવાનો મતલબ છે કે આપે તેમને બાદમાં સુકાવવા પણ જોઇએ.

જ્યારે આપ ઘરે હોવ છો, ત્યારે તુવાલનો ઉપયોગ કરતા હશો, પણ ફૅંસી રેસ્ટોરંટ કે મૉલમાં હૅંડ ડ્રાયરનો ઉપયોગ કરતા હશો. હાથ સુકાવવા માટેની આ રીત સ્વચ્છ લાગે છે, પરંતુ છે નહીં.

પબ્લિક હૅંડ ડ્રાયર કેમ બિનઆરોગ્યપ્રદ છે ?

શેલ્ડન કૂપરે ધ બિગ બૅંગ થિયરીમાં કહ્યું છે કે ગરમ હવાની થપાટો ઇનક્યૂબેટર છે અને જીવાણુ તથા રોગચાળો ફેલાવનારી છે. આપનાં હાથ ધોયા બાદ પણ આપનાં હાથ પર કેટલાક બૅક્ટીરિયા રહે છે.

જ્યારે આપ એક ટિશ્યુથી પોતાનાં હાથ લૂછો છો, ત્યારે કેટલાક રોગાણુ ટિશ્યુ પર ચોંટી જાય છે કે જે પછી ડસ્ટબિનમાં જાય છે, પણ એક હૅંડ ડ્રાયરથી કીટાણુ હવામાં જાય છે અને હૅંડ ડ્રાયર પર પણ ચોંટી જાય છે. જ્યારે બીજી વ્યક્તિ હૅંડ ડ્રાયરનો ઉપયોગ કરે છે, ત્યારે તે રોગાણુને પોતાના હાથમાં સ્થાનાંતરિત કરી લે છે.

શોધકર્તાઓ પામ્યું કે ઍર ડ્રાયરની આજુાજુ હવામાં બૅક્ટીરિયાની સંખ્યા નિયમિત હવાની સરખામણીમાં 4થી 5 ગણી વધુ હતી અને ટિશ્યુની ચારે બાજુ હવાની સરખામણીમાં 27 ગણી વધુ હતી.

હાથોને સાફ રાખવા માટેની સલામત રીતો

પોતાનાં હાથો સાફ રાખવાની સૌથી સલામત રીત છે તેમને સાબુ અને પાણીથી ધોવા અને તેમને સુકાવવા માટે પેપર નેપકિનનો ઉપયોગ કરો.

જોકે તબીબોનું કહેવું છે કે જો આપની પાસે સાબુ કે પાણી નથી, તો બીજો સૌથી સારો વિકલ્પ એક હૅંડ સેનીટેઝરનો ઉપયોગ કરવો છે કે જેમાં 60 ટકા આલ્કોહલ હોય છે.

તેનાથી ગંદકી અને જામેલી વસ્તુઓથી છુટકારો જ નથી પામી શકાતો, પણ આ સંપૂર્ણપણે કીટાણુઓને ખતમ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.