સાસણના ભાલછેલના અનોખા ખેડૂતો કયોઁ નવતર પ્રયોગ
સમસુદીનભાઇ ના ફામઁ મા વૈજ્ઞાનીક ને ચેલેન્જ આપે તેવો કમાલ જેવા લોકો પણ મુલાકાતે….
– શુ એક જ આંબા પર દેશ વિદેશની 35 થી વધુ જાતની કેરી જોઇ છે આપે ?. જી હા સાસણ નજીક ભાલછેલ ગામે એક ખેડૂતે તેમના કેરીના બગીચામાં એક જ આંબા પર 100 જાતની કેરી ઉગાડવાનો પ્રયાસ કર્યો જેમા અનેક દેશ વિદેશની હાલ 35 જાતની કેરીઓ તો જુલી રહી છે.
ગીર સોમનાથ જીલ્લા નજીક આવેલ સાસણ ગીર સિંહો સાથે કેસર કેરીમાં પણ જગવિખ્યાત છે ત્યારે હાલ કેસર કેરીની સીઝન પુરજોશમાં ચાલી રહી છે ત્યારે ભાલછેલ ગામના એક ખેડૂતે 100 જેટલી દેશ વિદેશની કેરીઓ ઉગાડવાનો પ્રયાસ કર્યો જેમા અનેક દેશની 35 થી વધુ કેરીઓ એક જ આંબા પર અલગ અલગ ડાળીઓ મા જુલી રહી છે .જેમા દેશી કેરી , હાફુસ કેરી , તોતા કેરી , લંગડો કેરી તેમજ સરકાર માન્ય જાત અને દેશ વિદેશની અનેક જાતો હાલમા ઉગેલી છે .એક જ આંબા ના ઝાડ પર વિવિધ વિવિધ આકાર ધરાવતી અને અલગ અલગ આંબાના પાન તેમજ દરેક કેરીઓનો અલગ અલગ સ્વાદ એક જ આંબા પર જોવા મળી રહ્યો છે .
ભાલછેલના ખેડૂત સમસુદીનભાઇ એ દેશ વિદેશની મુલાકાત લઇ પોતાની જાતેજ અભ્યાસ કરી અને એક અનોખો પ્રયાસ કયોઁ અને તેમા તેને સફળતા મળી છે ત્યારે આ વિસ્તારમાં માત્ર એક જ આંબા ના બગીચામાં એક જ આંબા પર દેશ વિદેશની કેરીઓ ની 35 જેટલી જાતો જોવા મળતા વૈજ્ઞાનીક ને પણ ચેલેન્જ આપે તેવો કિસ્સો બહાર આવ્યો છે . હાલમા તો ભાલછેલના આ આંબા ના બગીચા પર કેરી ના તજજ્ઞો અને મુલાકાતીઓ નો મેળાવડો જોવા મળી રહ્યો છે…
દરેક કેરીઓ મા અલગ – અલગ સ્વાદ અને આકાર
550 થી પણ વધુ કેરીના બગીચામા એક એવુ ઝાડ કે જેમા એક સાથે 35 થી વધુ કેરીની વેરાયટીઓ સફળતા પૂવઁક ઉગાડવામાં આવી છે જેમા બાગાયત વિજ્ઞાન પ્રમાણે કેસર કેરીની 10% ક્રોશ વેરાયટી હોય તો તેમાં ઘણી બધી દેશ વિદેશની અને ઓલ ઇન્ડિયા ની દરેક કેરીની જાતો ઉગાડી છે પરંતુ આ બધી વેરાયટીઓ એક જ આંબા પર કેમ ન ઉગાડી શકાય ? તે માટે છેલ્લા પાંચ વષઁ ની મહેનત થી એક જ આંબા પર 100 જેટલી ઉગાડવાનો પ્રયાસ કર્યો. જેમા હાલમા 35 જેટલી કેરીઓની વિવિધ જાતો જોવા મળી છે જેમા સરકાર માન્ય , વિદેશની વેરાયટીઓમા કીટ, માયા , 13-1, સેન્સેસન, 13-3, જેવી તેમજ નવાબ ના વખતની કોરી, દૂધપેંડો , ગાજરીયો, ગીરીરાજ, બોમ્બે હાફુસ તેમજ હાઇબ્રીડ વેરાયટીઓમા નીલેશ્ર્વરી, રત્ના સાથે હાફૌસનો ક્રોશ તેમજ કોલકતાની હિંદ સાગર , બિહારની ચોસા , લંગડો જેવી ઓલ ઇન્ડિયાની 35 જેટલી જાતો એક જ આંબા પર હાલમા જુલી રહી છે .અને આવતા વષઁ 80 જેટલી વિવિધ કેરીઓ એક જ આંબા પર ઉગશે તેવો પ્રયત્ન આ ખેડૂત કરી રહ્યા છે.
10% ક્રોશ વેરાયટી હોય તો બગીચામાં કેરીમાં સફળતા મળે છે માટે સમસુદીનભાઇ દ્રારા તેમના માધ્યમથી બીજા ખેડૂતોને પણ આ બાબતની જાણકારી આપવામા આવે છે જેથી પોતાની જેમ દરેક ખેડૂત પણ સફળ થઇ શકે.દરેક વેરાયટીઓ મા વિવિધ વિવિધ ગુણો ધરાવે છે અને નફો પણ સારો અપાવે છે . કેસર કેરી ઉપરાંત ઘણી બધી કેરીઓની વેરાયટીઓ એવી છે કે જે ઉગાડવામા ખેડૂતોને પણ પોસાય છે અને માકેઁટમા પણ સારા ભાવે વેચાય છે . પરંતુ આ ગીર વિસ્તારમાં સૌથી વધુ તો કેસર કેરીની જ માંગ અને ઉગાડવા મા આવે છે .
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com