શિયાળામાં ફાટેલી એડીની સમસ્યા ખાસ કરીને દરેક લોકોમાં જોવા મળે છે. કેટલાક લોકોની એડી એટલી ખરાબ રીતે ચીરા પડી ગયા હોય છે જેનાથી તે લોકોને ચાલવામાં પણ મુશ્કેલી થાય છે અને સાથે અતિશય દુખાવો પણ થાય છે. એડીમાં ચીરા પડી ગયા હોવાથી કેટલીક વખત લોકોની સામે શરમ અનુભવવી પડે છે.ઘણા લોકો ક્રીમનો ઉપયોગ કરતાં હોય છે પરંતુ તેનાથી કઈ ખાસ ફેર પડતો નથી.પગમાં સ્લીપરના પહેરવાથી કે પગની સાળ-સંભાળના રાખવાથી પણ એડી ફાટવાની શક્યતા વધે છે.
જો તમે તમારી એડીને મુલાયમ રાખવા માંગો છો તો અમે તમારા માટે એક સહેલો નુસખો લઇને આવ્યા છીએ. જેનાથી તમારી એડી એકદમ મુલાયમ થઇ જશે.
વિક્સ વેપો રબ
મોજા
નવશેકું પાણી
મીઠું
સૌ પ્રથમ પગની એડી પર વિક્સ વેપો રબ લગાવો અને મોજા પહેરીને સૂઈ જાવ ત્યારબાદ સવારે ઊઠીને પગને નવશેકા પાણીમાં મીઠું નાખી ધોઈ લો. તમે ૧૦-૧૫ મિનિટ સુધી નવશેકા પાણીમાં પગને રાખી શકો છો.
બેકિંગ સોડા
વિનેગર
નવશેકું પાણી
સૌ પ્રથમ બેકિંગ સોડા અને વિનેગર બંનેને મિક્સ કરો ત્યારબાદ તેને પગની એડી પર ૧૫-૨૦ મિનિટ સુધી રાખી ત્યારબાદ તેને નવશેકા પાણીમાં પગને ધોઈ લો.