આજનો દિવસ યાદ તો ને ?? આજે 8 નવેમ્બરે દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છ વર્ષ પહેલા 8 નવેમ્બર 2016ના રોજ દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી. આ પછી, તે જ દિવસે મધ્યરાત્રિથી ભારતમાં 500 અને 1000 ના ચલણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેને ચલણમાંથી બહાર કાઢવામાં આવી હતો. સરકારના આ નિર્ણયથી દેશમાં ઘણી ઉથલપાથલ મચી ગઈ હતી, પરંતુ પછી નવી નોટો કરન્સી માર્કેટનો એક ભાગ બની ગઈ હતી.
8 નવેમ્બર 2016 ના રોજ સિસ્ટમમાંથી 500 અને 1,000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી, તે પહેલા 4 નવેમ્બર 2016 ના રોજ, 17.97 લાખ કરોડ રૂપિયા લોકો પાસે રોકડ હતા. નોટબંધી બાદ જાન્યુઆરી 2017માં તે ઘટીને 7.8 લાખ કરોડ રૂપિયા પર આવી ગયો હતો.
નોટબંધીના ફાયદા:
ડિજિટલ બેંકની ભેટ
16 ઓક્ટોબરના રોજ પીએમ મોદીએ દેશના 75 જિલ્લામાં 75 ડિજિટલ બેન્કિંગ યુનિટ (DBU) લોન્ચ કર્યા હતા. આ બેંકોમાં બેંક ખાતું ખોલાવવાથી લઈને લોન સુધીના તમામ કામ ડિજિટલી કરવામાં આવશે.
ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વેગ મળ્યો
નોટબંધી બાદ દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં મોટી તેજી જોવા મળી છે. નાણાકીય વર્ષ 2015-16માં દેશમાં કુલ વ્યવહારોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો હિસ્સો 11.26 ટકા હતો, જે નાણાકીય વર્ષ 2021-22માં વધીને 80.40 ટકા થયો છે અને નાણાકીય વર્ષ 2026-27માં 88 ટકા સુધી પહોંચવાની અપેક્ષા છે.
UPI ને મોટું પ્રોત્સાહન મળે છે
NPCI વેબસાઈટ અનુસાર, RBIના તત્કાલિન ગવર્નર ડૉ. રઘુરામ જી રાજને 21 બેંકો સાથે મળીને 11 એપ્રિલ, 2016ના રોજ UPIના પાયલટને લૉન્ચ કર્યો હતો, જેના પગલે બેંકોએ 25 ઑગસ્ટ, 2016થી Google Play Store પર UPI એપ અપલોડ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ તે નોટબંધી પછી મોટો વધારો થયો. આ વર્ષે ઓક્ટોબરમાં UPI દ્વારા નાણાકીય વ્યવહારો 12.11 લાખ કરોડ રૂપિયાના
રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે.
ભલે ડિજિટલાઈઝેશન થયું પણ રોકડાનો ક્રેઝ બરકરાર
ભલે સરકાર અને આરબીઆઈ ઓછી રોકડના ઉપયોગ પર ભાર મૂકતી ’કેશલેસ’ સિસ્ટમની હિમાયત કરે છે, ચુકવણીઓનું ડિજિટાઈઝેશન કરે છે અને વિવિધ વ્યવહારોમાં રોકડના ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે સિસ્ટમમાં રોકડનો વિકાસ થતો રહે છે.
નાણાબંધી સમયે આ વર્ગને થયેલી તાત્કાલિક અસર
નાણાબંધી સમયે મજુર વર્ગને અને વેપારી વર્ગને તાત્કાલિક અસર થઈ હતી કારણ કે જેમને ૫૦૦ અને 1000ની નોટો દ્વારા જ બધા ટ્રાંઝેક્શન થતા હતા એ તાત્કાલિક બંધ થઈ ગયા હતા અને લોકોને પૈસા બદલાવવા માટે કલાકો સુધી ઉભું રહેવું પડતું હતું પરંતુ સરકારની ભારે જહેમત બાદ આ પગલા દ્વારા ઘણું કાળું નાણું બહાર આવ્યું હતું.