શું તમારું પણ બાળપણ 90ના દાયકામાં વીત્યું છે ? તો તમને જરૂરથી યાદ હશે : પાણીમાં તરતી નાવડી, વીજળી ગુલ થતા ફાનસ સાથે અભ્યાસ કરવો. આ ઉપરાંત મિત્રો સાથે હો-હલ્લા કરવું અને ઘણી એવી બાબતો કે જે આજે ટેક્નોલૉજીના સમયમાં ક્યાંક ખોવાઈ ગઈ છે.

કીસમી ચોકલેટ :

20061673033 891c710845 b

આજ-કાલ ઘણા પ્રકારની ચૉકલેટ મળવા લાગી છે, પરંતુ તે સમયે કીસમી ચૉકલેટ ખુબજ પ્રખ્યાત હતી. અને આ ટૉફીની બહુ વધારે વૅલ્યુ હતી. તે નાની-નાની ચૉકલેટો ચહેરો પર સ્માઇલ લઈ આવતી હતી.

રબર વાળી પેન્સિલ :
Screenshot 1 16

90નાં દાયકામાં રબર વાળી પેન્સિલ મળતી કે જે દરેક બાળકની પહેલી પસંદ હતી, પરંતુ સૌથી ખરાબ ત્યારે લાગતુ જ્યારે કોઇ મિત્ર પેન્સિલ લઈ લેતા અને પછી આખી ચાવીને ગંદી કરી પરત કરતા.

કાર્ડ કલેક્શન :
1993 power catcher

ડબ્લ્યૂ ડબ્લ્યૂ એફનાં રેસલરના કાર્ડ એકત્ર કરવાની પણ એક માજા હતી. આપણે જેટલા કાર્ડ એકઠા કરતા હતાં, તેટલા જ મોટા ફૅન ગણાતા હતાં. આ ઉપરાંત ડબ્લ્યુ ડબ્લ્યુ એફ મૅચ જોવી અને તે સ્ટંટને પોતાનાં નાના ભાઈ પર ટ્રાય કરવાની પણ એક અલગજ માજા હતી.

નટરાજ કંપનીનું જ્યોમેટ્રી બૉક્સ :
nataraj 205481001 original

નટરાજ કે કેમિલનનું જ્યોમેટ્રી બૉક્સ લેવું તે જમાનામાં એક સૌથી સારી વાત ગણાતી હતી. સ્કૂલનાં બૅગમાં આ જ્યોમેટ્રી બૉક્સ કોઇ ખજાનાથી ઓછું નહોતું. અને તેમાં આવેલા તમામ ઉપકરણોને ફરીથી ગોઠવવાની પણ એક માજા હતી.

કાગળની નાવ :
1 17

વરસાદનાં પાણીમાં કાગળની નાવડી તરાવવાની મજા તે જમાનામાં આવતી હતી, તે હવે ક્યાં રહી છે ? 90ના દાયકામાં બાળપણનાં મિત્રો સાથે કરવામાં આવેલી મસ્તી અને શરારતોમાંની આ એક હતી.

વીડિયો ગેમ :
maxresdefault 15

90ના દાયકામાં વીડિયો ગેમ ફેવરિટ ટાઇમપાસ ગણાતી. વડિઓ ગેમમાં બેસી કલાકો પસાર કરી દેતા. વિડિઓ ગેમમાં પોતાનો જ રેકૉર્ડ તોડવામાં ખુબજ ખુશી થતી. અને આ વીડિયો ગેમ આપણે કોઈની સાથે શૅર પણ ના કરતાં.

ચ્યુઇંગ ગમ :
Screenshot 3 10

તે જમાનામાં ચ્યુઇંગ ગમ ખાવું કોઇ ટશન કે સ્ટાઇલ મારવાથી ઓછુ નહોતુ. 90નાં દાયકા ચ્યુઇંગ ગમ બબલગમ તરીકે પણ પ્રખ્યાત હતી..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.