છોકરીઓ ગમે તે કામ હોય ખુબ જ ધ્યાનથી કરે છે પછી તે વાત પ્રેમની હોય કે પછી કોઈના ઇન્તેઝારની. ત્યારે જો તેનો બોયફ્રેન્ડ થોડા સમય માટે તેની આંખોથી દુર જતો રહે તો ગર્લફ્રેન્ડ તેને યાદ કરવા લાગે છે અને તેના આખા દિવસની દિનચર્યા જ બદલાઈ જાય છે. આજે અમે તમને જણાવીશું તો પોતાનો બોયફ્રેન્ડ દુર જવાથી ગર્લફ્રેન્ડ શું કરે છે….
ગર્લફ્રેન્ડ વારંવાર તેના બોયફ્રેન્ડને કોલ કરે છે પરંતુ તેમની પાસે વાત કરવા માટે કોઈ નવી વાત નહિ હોય. ગર્લફ્રેન્ડ તેને અરજન્ટ કોલ કરવાનું પણ કહેશે પરંતુ જયારે તે કોઈ પણ રીતે ટાઈમ કાઢીને ગર્લફ્રેન્ડને કોલ કરશે તો ગર્લફ્રેન્ડ તેને આઈ મિસ યુ કહીને જ વાતની શરૂઆત કરશે.
સોશિયલ સાઈટ્સ પર આખો દિવસ ગર્લફ્રેન્ડ તેના બોયફ્રેન્ડની પ્રોફાઈલ જોવે છે. ઘણા દિવસો જતા રહેશે પરંતુ ગર્લફ્રેન્ડ સોશિયલ સાઈટ્સ પર પોતાની પ્રોફાઈલ એક વાર પણ નહિ જોવે. જો વાત બોયફ્રેન્ડની હોય તો ગર્લફ્રેન્ડ આખો દિવસ તેની જ પ્રોફાઈલમાં લખેલ સ્ટેટ્સ અને તેના ફોટોસ જોયા કરે છે.
બોયફ્રેન્ડની યાદ આવવા પર ગર્લફ્રેન્ડ આખો દિવસ રોમેન્ટિક મુવી જોશે અથવા તો ગીતો સંભાળશે અને તસ્વીરોમાં પોતાની સાથે બોયફ્રેન્ડ હોવાનો અહેસાસ કરશે.
ગર્લફ્રેન્ડ પોતાના મિત્રો સાથે માત્ર બોયફ્રેન્ડની જ વાતો કરશે. તમે જયારે પણ મિત્રોને કોલ કરશો અથવા તો તેને મળશો તો તે માત્ર તેના બોયફ્રેન્ડ વિષે જ વાત કરશે. ગર્લફ્રેન્ડ તેના સિંગલ મિત્રોને જણાવશે કે લવ કરવો કેટલો ક્રેઝી હોય છે.
બોયફ્રેન્ડની યાદ આવવા પર ગર્લફ્રેન્ડ તેણે આપેલ વર્ષો જૂની ગીફ્ટ બહાર કાઢશે અને અને ચિઠ્ઠીઓ પણ ૫૦૦ વાર વાંચશે.