વિદેશયાત્રા માટે ખર્ચ કરવામાં આવેલા ૨ લાખ રૂપિયા માટે કરદાતા ઓ હવે આઈટીઆર-૧ ફોર્મ નહીં ભરી શકે : ટૂંક સમયમાં કરદાતા ઓને કયાં આઈટીઆર ફોર્મ ભરવા તે અંગે કરાશે સુચિત

કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ દ્વારા નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧ માટેના જે આવકવેરા રીટર્ન ભરવા માટેની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં નવા વર્ષમાં આઈપીઆર-૧ અને આઈપીઆર-૪ ફોર્મમાં થોડા અંશે સુધારો કરવામાં આવે તેવું પણ માનવામાં આવી રહ્યું છે જે કોઈ કરદાતા વર્ષે ૧ લાખથી વધુનું ઉર્જા બીલ ભરતા હોય કે પછી વિદેશયાત્રામાં બે લાખથી વધુનો ખર્ચ કર્યો હોય તે તમામ કરદાતાઓને નવા વર્ષમાં આઈટીઆર-૧ અને આઈટીઆર-૪ ફોર્મ ભરવાનું રહેશે નહીં જે અંગેની વધુ વિગત આવનારા થોડા સમયમાં બહાર પાડવામાં આવશે તેવું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

7537d2f3 4

કેન્દ્ર સરકારે ૨૦૨૦-૨૧ના એસેસમેન્ટ વર્ષમાં રિટર્ન માટે આવકવેરા ફોર્મમાં ફેરફાર કર્યા છે. હવે વર્ષમાં એકવાર રૂ.એક લાખ વીજ બિલ ભરતા હોય એવા કરદાતા, પછી ભલે તે સંયુક્ત રીતે ઘરમાલિક હોય, તેઓ વાર્ષિક રિટર્ન માટે આવકનું સરળ ફોર્મ-૧ નહીં ભરી શકે. જેમની વાર્ષિક આવક રૂ. ૫૦ લાખથી વધુ નહીં હોય તેઓ જ સરળ ફોર્મ-૧ ભરી શકશે. તેમાં બિઝનેસ કે પ્રોફેશનથી થતી આવક સામેલ છે. કેન્દ્રના નિર્ણય પ્રમાણે, સરળ ફોર્મમાં બે મોટા ફેરફાર કરાયા છે. પહેલો- જો કરદાતા ઘરના સંયુક્ત માલિક છે, તો તે આવક ફોર્મ-૧ કે ફોર્મ-૪ નહીં ભરી શકે. બીજો- આવક ફોર્મ-૧ એ લોકો નહીં ભરી શકે, જેમણે બેંક ખાતામાં રૂ. એક કરોડ કે તેથી વધુ પૈસા જમા કર્યા હોય અથવા વિદેશ યાત્રામાં રૂ.બે લાખનો ખર્ચ કર્યો હોય અથવા રૂ. એક લાખ વીજ બિલ ભર્યું હોય. નોંધનીય છે કે, સરકાર સામાન્ય રીતે આવા ફેરફાર એપ્રિલમાં કરે છે, પરંતુ આ વખતે આ ફેરફાર જાન્યુઆરીમાં કરાયો છે.

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે આ વર્ષે પહેલીવાર નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલાં પગારદાર અને વેપારી વર્ગ માટે સુગમ અને સહજ રિટર્ન જાહેર કર્યા છે. આનાથી ૩૧ માર્ચે નાણાકીય વર્ષ પૂરું થયાના બીજા દિવસથી કરદાતા રિટર્ન ફાઇલ કરવા ઉપરાંત રિફંડ ક્લેઈમ કરી શકશે. આઇટીઆર-૧ સહજ રિટર્ન વ્યક્તિગત કરદાતા, પગારદાર, ભાડાની આવક, રોકાણની આવક મેળવતા કરદાતાએ ભરવાનું રહેશે. જ્યારે જે કરદાતા ધંધાકીય આવક, કોન્ટ્રાક્ટની આવક, રિટેઈલ આવક, ટ્રાન્સપોર્ટની આવક અથવા તો ઓડિટ ચોપડા કરાવીને રિટર્ન ભરવાનું થતું હોય તેવા કરદાતાએ આઇટીઆર-૦૪ સુગમ રિટર્ન ભરવાનું રહેશે. સામાન્ય રીતે સરકારે જાહેર કરેલા સમય મર્યાદા મુજબ દરેક કરદાતાએ ૩૧ જુલાઇ ૨૦૨૦ પહેલા રિટર્ન ભરી દેવું પડે છે. લેટ ફાઈલિંગ કરનારને ૧ હજારથી ૧૦ હજાર સુધી પેનલ્ટી થાય છે. આમ સરકારે વર્ષ પૂરા થતા પહેલા જ આ રિટર્ન જાહેર કરી કરદાતાઓને સવલત આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.