• વારંવાર પેટમાં દુખવુએ જાતજાતના રોગોને આમત્રંણ આપે છે. ઘણા લોકોને દવા લેવાથી થતી આડ અસરનો ભય સતાવતો હોય છે આવામાં આ ઘરગથ્થુ ઉપાયો કરવાથી ઘણો ફાયદો થઇ શકે છે.
  •  આદુનો રસ એક ચમચી અને લીંબુનો રસ બે ચમચી મેળવી તેમા થોડી સાકર નાખીને કોઇપણ જાતના પેટનો દુખાવો મટે છે.
  • જમ્યા પછી ૨-૩ કલાકે પેટમાં સખત દુખાવો થાય છે ત્યારે તે માટે સુંઠ,તલ અને ગોળ સરખે ભાગે લઇ દૂધમાં નાખી સવાર સાંજ લેવાથી પેટનો દુખાવો મટે છે.
  • તુલસીનો રસ અને આદુનો રસ સરખે ભાગે લઇ, સહેજ ગરમ કરી, પીવાથી પેટનો દુ:ખાવો મટે છે.
  •  અજમો અને સંચળનું ચુર્ણ ફાકવાથી ગેસ મટે છે.
  •  લાંબા સમયની આંતરડાની ફરિયાદ માટે ઉકળતા પાણીમાં સુંઠનું ચુર્ણ નાખી તેને ઢાંકી ઠંડુ થયા બાદ ગાળી, તેમાંથી પાંચ ચમચી જેટલુ પીવાથી પેટનો દુ:ખાવો મટે છે.
  •  આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવીને પીવાથી પાચનક્રિયા શક્તિશાળી બને છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.