બેડોળ શરીરથી તો સૌઇ કોઇ પરેશાન હોય છે. તેને નિયંત્રિત કરવા લોકો ભાત ખાવાનું છોડી દેતા હોય છે પરંતુ જો હું તમને કહું કે પાળતા થવું હોય તો ભાત ખાવાનું રાખો તો તમને માનવામાં આવશે નહીં પરંતુ આ એક હકિકત છે. ભાત હળવુ તેમજ પોષ્ટીક આહાર છે જે પાચન થવામાં વાર લાગતી નથી. હવે તમે પાતળા થવા માટે ભાત ખાવાનું શરુ કરો તે પહેલા તમને જણાવી દઇએ કે ભાત માત્ર સફેદ જ નથી હોતા. ન્યુટ્રીશન ડો રુપાલી દત્તા જણાવે છે કે સૌથી પહેલા તો વજન ઘટાડવાં માટે શરીરને વધુ વિટામિન્સ અને મિનરલની જરુર પડતી હોય છે. જે તમને બજારમાં મળતા સામાન્ય ભાતમાં મળતુ નથી. રેડ રાઇઝ અને બ્રાઉન રાઇઝ જેવા કલર રાઇઝમાં ફાઇબર અને એન્ટીઓક્સીઠેન્ટ તત્વો હોય છે જે વજન ઘટાડવામાં મદદરુપ થાય છે. તો ચાલો જાણીએ અલગ-અલગ રાઇઝ અને તેના તત્વો…..
– વ્હાઇટ રાઇઝ
વ્હાઇટ રાઇઝ જાડા લોકો માટે સૌથી વધુ નુકશાનકારક છે. ૧૦૦ ગ્રામ વ્હાઇટ રાઇઝમાં ૧૫૦ કેલેરીઝ હોય છે.
– બ્રાઉન રાઇઝ
જો તમે વજન ઘટાડવાં માંગતા હોય તો બ્રાઉન રાઇઝ ખાવાનું આજે જ ચાલુ કરી દો. તેમાં રહેલા ફાઇબર અને મેટાબોલિઝમ વજન ઘટાડવામાં મદદરુપ થાય છે.
– બ્લેક રાઇઝ
રાઇઝનો કલર જેટલો ડાર્ક હશે તેના ગુણો એટલાં જ વધુ હશે. બ્લેક રાઇઝ વિટામિન બિ ૬, ફોસ્ફોરસ, નિયાસીનથી ભરપુર હોય છે. તો તે હળવા પણ છે. એક કપ બ્લેક રાઇઝમાં ૨૮૦ કેલેરિઝ જ હોય છે
– વજન ઘટાડવા ભાત ખાવાની ટિપ્સ :
વધારેલા ભાતને બદલે સાદા અથવા બાફેલા ભાત ખાવાનો આગ્રહ રાખો.
રાઇઝ પ્રોટીન માટે અધુરુ છે. માટે તેને માસ અથવા ડાળ સાથે ખાવા જરુરી છે.
ભાત રાંધતા પહેલા તેને ૩ થી ૪ વખત પાણીથી સાફ કરો અને તેનું સ્ટાર્ચ હટાવો.
તમારા ફાઇબર યુક્ત રાઇઝમાં શાકભાજી ઉમેરો અને તેનુ પોષણ વધારો…..
બ્રાઉન રાઇઝનો સ્વાદ વધારવા તેને સાદા પાણીમાં બાફવા કરતા નારિયેળ પાણીમાં બાફવાથી તેનો ફ્લેવર બદલી જશે.