નવરાત્રીમાં પણ લોકો સાતમ આઠમની જેમ ઘરે અવનવું જમવાનું અને અનેક વાનગીઓ બનાવવાનું પસંદ કરે છે. તમે ખાલી પૂરણ પોળી તો ખાધી જ હસે પરંતુ શું તમે કોઈ દિવસ ચોકલેટી પનીર પૂરણ પોરી ખાધી છે. તો જાણો ઘરે કઈ રીતે બનાવાય આ આઈટમ…
સામગ્રી :
દૂધ 1 ગ્લાસ
પાણી 1 ગ્લાસ
બે વાટકા ઘઉંનો લોટ
1 કપ ઘી
2 કપ ખાંડ
પુરણ માટેની સામગ્રી :
100 ગ્રામ ટોપરૂ
100 ગ્રામ પનીર
100 ગ્રામ માવો
દરેલી ખાંડ
ચોકલેટનો પાઉડર
એલચી પાઉડર
કાજુ
બદામ
પિસ્તા
બનાવવાની રીત :
સૌ પ્રથમ ઘઉનો લોટ લો અને ત્યારબાદ ઘઉંના લોટમાં ઘીનું મ્હોણ નાંખી દૂધ અને દરેલી ખાંડ ઉમેરી પાણીથી લોટ બાંધો. પછી માવાને ગરમ કરી તેની અંદર પનીર નાખો. તેમાં ચોકલેટ પાઉડર અને ટોપરાનો પાઉડર ઉમેરો.
પુરણ ઠંડુ થાય એટલી રાહ જોવી અને ત્યાબાદ તેમાં કાજું બદામ પિસ્તા અને એલચી પાઉડર નાખવો. ઘઉંના લોટને ઘીથી કૂણવવો અને વરાણા વડે મોટી પૂરી વણો. તેમાં થોડું પુરણ ભરીને ચારેબાજુથી વાળીને, પરોઠા વણીલો.
આ રીતે પુરણ ભરીને પુરી તૈયાર કરી લેવી. લોઢી ગરમ કરી, પોળી મુકીને ઘી મુકી બંને બાજુ શેકી લેવી. આ રીતે બધી પોળી તૈયાર કરી સર્વ કરો