અબતક,રાજકોટ
આપણો દેશ લોકશાહી પ્રજાતંત્રના પાયા પર બન્યો છે પણ શું સાચા અર્થમાં આપણા દેશમાં લોકશાહી છે ? શું આપણે ચૂંટેલી સરકાર પ્રજાલક્ષી છે ? આપણા ચુટેલા પ્રતિનિધિઓ લોકહિતના કાર્યો કરે છે કે નહીં ? આપણને આપેલા કેટલા વચનો પુરા થયા છે ? આવા અનેક સવાલો આપણા મનમાં છે . પરંતુ મનમાં રાખવાથી કશું થાય નહીં . મિત્રો !! આપણા મનની વાત પણ બહાર આવવી ખાસ જરૂરી છે , અને એ પણ એવા પ્લેટફોર્મ પર જે સંપૂર્ણપણે નિષ્પક્ષ હોય .કોઇપણ પોલિટીકલ ગ્રુપ સાથે જોડાયેલ ન હોય . આ પ્લેટફોર્મ પુરૂ પાડશે કલર્સ ઓફ ગુજરાત,
ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત પોઝીટીવ મીડિયા કલર્સ ઓફ ગુજરાત ’ એક મોબાઇલ એપના રૂપમાં ગુજરાતની સૌ પ્રથમ નિષ્પક્ષ પોલિટીકલ રેટીંગ સીસ્ટમ લાવ્યું છે.‘કલર્સ ઓફ ગુજરાત’ના ફાઉન્ડર સંકેત ફળદુ અને તેમની ટીમ અમિત વાઘેલા તથા નંદિશ પટેલ દ્વારા બનાવાયેલી આ મોબાઈલ એપનો ધ્યેય માત્ર રાજકારણમાંથી નેગેટીવીટી કાઢીને પોઝીટીવીટી લઈ આવવાનો છે . લોકો પોઝીટીવલી આ એપમાં જોડાઇને પોતાના પ્રશ્નો અને અભિપ્રાય રજુ કરી શકે . તે પ્રશ્નો તથા અભિપ્રાયો સરકારને પહોંચાડવા પ્રયાસ કરવામાં આવશો,
કલર્સ ઓફ ગુજરાત મોબાઇલ એપમાં સરકાર દ્વારા કરવામાં આવેલી છેલ્લા પાંચ વર્ષની કામગીરી જિલ્લા વાઇઝ આવરી . લેવામાં આવી છે . જેમ કે સરકાર દ્વારા દરેક વિકાસ કાર્યોની સંપૂર્ણ માહિતી , કોવિડ કાળ દરમ્યાન સરકારની આરોગ્યલક્ષી કામગીરી , શિક્ષણ વ્યવસ્થા , પાણી વ્યવસ્થા , રોજગારી વિષે , મહિલા સુરક્ષા જેવી અનેક બાબતોમાં
સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી આપવામાં આવી છે . જે કામગીરી જાણીને તમે રેટીંગ તથા તમારો અભિપ્રાય આપી શકો છો . ગુજરાતના દરેક ધારાસભ્યોની
માહિતી આપવામાં આવી છે અને તેમને પણ રેટીંગ આપી શકો છો તથા દરેક જિલ્લાના પક્ષો દ્વારા સરકારની કામગીરીનો સર્વે પણ કરવામાં આવશે . ગુજરાતનો દરેક વર્ગ ખાસ કરીને રાજકારણમાં સક્રિય રસ દાખવે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા માટે ગીફટ – ઓફર્સ પણ આ એપ દ્વારા આપવામાં આવે છે . મોબાઈલ એપમાં તમારા દરેક રેટીંગ , અભિપ્રાય , પ્રશ્નો પર તમને પોઇન્ટસ મને છે કે પોઇન્ટસ દ્વારા તમે ગીફટ – ઓફર્સ પણ જીતી શકશો.
કોવિડ વેકસીનેશનમાં જાગૃતિ લાવવા માટે પણ આ એપ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે . જે અંતર્ગત કોઈપણ પોતાના વેકસીનના ડોઝ ૧ કે ૨ નું સર્ટીફીકેટ અપલોડ કરીને સમયાંતરે થતા ડ્રોમાં ભાગ લઈ લકી વિનર્સ પણ ઇનામ જીતી શકે છે . જેમાં સમયાંતરે ડ્રો કરવામાં આવશે અને લકી વિનર્સને ખાસ ઇનામો આપવામાં આવશે
આ એપ ડાઉનલોડ કરતા એક સ્યોર ગીફૂટતો મળે જ છે . તથા બીજી ઘણી બધી કોન્ટેસ્ટમાં ભાગ લઇને ઇનામો પણ જીતી શકાય છે.બસ તમારે માત્ર ૫ મિનિટનો સમય ઈન્વેસ્ટ કરવાનો છે અને એ પણ આપણા જોયેલા સપનાઓના ભવિષ્ય માટે . કલર્સ ઓફ ગુજરાત તો ૬ કરોડ ગુજરાતી નોનો અવાજ છે અને ૧૦૦% નિષ્પક્ષ છે જેને કોઈ પણ પોલિટિકલ ગ્રુપ સાથે કોઈ લેવા દેવા નથી . ચૂંટણી વખતે અપાયેલા વચનો પુરા થયા છે કે નહીં . અને થયા છે તો કેટલે અંશો પુરા થયા છે . ચાલો આપણે જ ચેક કરીયે મિત્રો . લોકશાહી ને સાચા અર્થ માં પારખવાનો સમય આવી ગયો છે.
તમારા એન્ડ્રોઇડ મોબાઈલમાં પ્લે સ્ટોર પર જઇને કલર્સ ઓફ ગુજરાત ’ સર્ચ કરીને આ એપ ડાઉનલોડ કરી શકાય છે.
વધુ માહિતી માટે મો. ૯૭૨૭૩ ૯૭૭૭૩ પર સંપર્ક કરવા ફાઉન્ડર સંકેત ફડદુએ જણાવ્યુંં છે.