શું તમારા મમ્મીએ તમે ઘરે મેથીના લડવા બનાવીને એનો ટેસ્ટ ચખાડ્યો છે…? જો ના… તો આજે જ ઘરે કહો બનાવી આપે આ મેથીના લડવા જે તમને ભોજન સાથે લેવાથી ભોજનનો સ્વાદ જ કઇંક અલગ લાગશે..

સામગ્રી :

૧૦૦ ગ્રામ શેકેલી મેથીનો પાઉડર

૧૫૦ ગ્રામ ઘઉંનો કરકરો લોટ

૫૦ ગ્રામ અડદનો કરકરો લોટ

225 ગ્રામ ઘી

300 ગ્રામ ગોળ

500 ગ્રામ ગુંદર તળેલો

20 ગ્રામ ખસખસ

30 ગ્રામ બદામ

10 ગ્રામ નાગકેસર

20 ગ્રામ પીપરીમૂળ

20 ગ્રામ એલચી

10 ગ્રામ જાયફળ

રીત :

સૌ પ્રથમ એક બાઉલ લો તેમાં અડધો ટેબલ-સ્પૂન ગરમ દૂધ એક ટેબલ-સ્પૂન ગરમ ઘી લઈ અડદના લોટમાં મિક્સ કરીને ધ્રાબો આપવો એને ચોખાની ચાણીથી ચાળી લેવું.

ત્યારબાદ ઘઉંના લોટને, મેથી, અડદનો લોટ અને પાઉડરને અલગ-અલગ ઘીમાં શેકી લેવા.

ત્યારબાદ આ બધા લોટ શેકાઈ જાય પછી બધા લોટ અને મેથી પાઉડરને મિક્સ કરી લેવા અને એમાં બધા મસાલા પણ મિક્સ કરવા.

હવે છેલ્લે ગોળને એક ટેબલ-સ્પૂન પાણી અને બે ટેબલ-સ્પૂન ઘી મિક્સ કરીને ગરમ કરવો. એનો પાયો કરી એમાં ગુંદર અને શેકેલો લોટ મિક્સ્ચર સાથે મસાલા મિક્સ કરીને લાડુ વાળવા.

હવે તમારી સામે છે લઝીઝ અને સ્વાદિસ્ટ મેથીના લડવાની ડિશ…

moong dal ladoo(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.