ઢોસાં એ એક ભારત જ નહીં પરંતુ તેમજ દેશ-વિદેશમાં ખૂબ લોક પ્રિય વાનગી છે. ઢોસાં એ દક્ષિણ ભારતની પરંપારીક વાનગી છે. ત્યારે ઢોસાં તે દરેકનાં લોકપ્રિય વાનગી છે.
જો તમારાં ઘરમાં હોય ઢોસાંનાં શોખીન તો આજે ટ્રાય કરો આ નીત-નવીન ઢોસાં :-
૧. સ્વીટ ચોકલેટ ઢોસાં
ઢોસાં તે અનેક રીતે બની શકે છે ત્યારે બાળકોના પ્રિય તે ચોકલેટ અને કેળાંના અનોખા ટ્વિસ્ટ સાથે બાળકોને બનાવી આપો અને તેને ખવડાવો પોષ્ટિક રીતે ઢોસાં. તો બાળકો પણ થઈ જશે ખુશ.
૨. પેપર ઢોસાં
દરેક વયના લોકો માટે ખૂબ પ્રિય એ ઢોસાં. ત્યારે જો વાત આવે પેપર ઢોસાંની તો દરેક બાળકથી માંડી અને મોટાં સુધી સૌને ખૂબ પ્રિય હોય તેમાં પણ ચટની અને સંભાર સાથે બધાને ભાવેજ છે.
૩. ઓટ્સના ઢોસાં
આ ઢોસાં સેહત માટે એકદમ ગુણકારી છે. આ ઢોસાં તે મુખ્યત્વે ઓટ્સ માથી બનવામાં આવે છે તે પોષણથી એકદમ ભરપૂર છે. સાથે તેને લોકોમાં વધારે પ્રિય બનાવા માટે તેમાં ચાટ મસાલો નાખો અને ખાવ આ અનોખા ઢોસાં.
૪. રાગીના ઢોસાં
રાગીના ઢોસાં તે લોકોમાં રવાના ઢોસાં તરીકે ઓળખાય છે. આ ઢોસાં મુખ્યત્વ સેહત માટે એકદમ સારા છે. આ ઢોસાં રાગીમાથી બનવામાં આવે છે. અને આ ઢોસાં જો તમે ટ્રાયના કર્યા હોય તો આજે જ બનાવો. આ ઢોસાં રાગી તે કેલસિયમથી ભરપૂર છે. આ ઢોસાં તે ટોપરાની ચટણી તેમજ સંભાર માટે ખૂબ ઉપયોગી બને છે.
૫. સ્ટીમડ ઢોસાં
ક્યારેક આપના ઢોસાંમાં આ સેટ કરો, તે ખૂબ જ આરોગ્યપ્રદ વાનગી છે જે તેલ વિના તૈયાર છે. બનાવવાનું ખૂબ જ સરળ છે, સ્ટીમડ ડોસામાં ખૂબ જ નરમ પોત હોય છે અને તે ધાણા અને આમલીની ચટણીથી અથવા મરચાં, પાન અને ડુંગળીથી તૈયાર છૂંદેલા બટાકાની સાથે સાદા આનંદ માણી શકાય છે.
૬. ચીઝ ઢોસાં
આ ઢોસાં ખાસ કરીને બાળકોને ભાવશે કારણ આ ઢોસાં તે મસાલા ઢોસાં સાથેનું એક ચીઝ સાથેનું મિશ્રણ છે. આ ઢોસાં દરેક ચીઝ લવર માટે ખૂબ મજા આવશે તો આજે જ ટ્રાય કરો આ લોકપ્રિય ઢોસાં અને બનો આપના બાળકો અને મોટાં માટે પ્રિય.
તો આજે જ જાણો આ ઢોસાં વિષે અને બનાવો તમામ ઘરનાં લોકોમાં પ્રિય. બનાવો આ ખાસ ઢોસાં અને દક્ષિણ ભારતની આ વાનગી આપના જ ઘરે.