દરિયાના પાણીમાં વિપુલ પ્રમાણમાં ઓગળેલું મીઠું હોય છે.
આ મીઠું મોટે ભાગે નદીના પાણી સાથે આવે છે. ખડકો ક્ષાર ધરાવે છે.
વરસાદથી આ ક્ષારનું ધોવાણ થાય છે અને તે નદીમાં ભળે છે અને નદી દરિયાને મળે છે.
દરિયાની અંદરના ખડકોના ક્ષાર પણ દરિયાના પાણીમાં ભળે છે.
નદીના વહેતા પાણીમાં ખૂબ ઓછા પ્રમાણમાં મીઠું હોવાથી તે ખારું લાગતું નથી.
પરંતુ દરિયાના પાણીની સૂર્યની ગરમીથી વરાળ થતી રહે છે અને મીઠું અંદર રહે છે, આથી દરિયાનું પાણી ખારું હોય છે.