ભારતીય ચલણમાં સિક્કા અને નોટનો ઉપયોગ થાય છે ત્યારે નોટનું છાપકામ ભારતીય રીઝર્વ બેંક એટલે કે RBIકરે છે જ્યાં રુ.૧ની નોટનું છાપ કામ નથી ધાતુ એ બાબત અને ચલણી સિક્કાને ઢાળવાનું કામ ભારતનાં નાણા મંત્રીની જવાબદારીમાં આવે છે. ભારતના ચાર શહેરોમાં સિક્કા ઢાળમાં આવે છે. જેમાં મુંબઇ, કલકત્તા, હૈદરાબાદ અને નોઇડાનો સમાવેશ થાય છે મુંબઇ અને કલકત્તાની ટંકશાળની સ્થાપના અંગ્રેજોએ ૧૮૨૯માં કરી હતી. જ્યારે હૈદરાબાદની ટંકશાળાની સ્થાપના ત્યાંના નિજાબે વર્ષ ૧૯૦૩માં કરી હતી. જે વર્ષ ૧૯૫૦માં ભારત સરકારે પોતાના હસ્તક કરી હતી અને ૧૯૫૩માં સિક્કા ઢાળવાનું શરુ કયું હતું.
સિક્કાની સાઇઝ નાની કેમ થાતી ગઇ….?
– એમાં એવું છે કે કોઇપણ સિક્કાની બે વેલ્યુ હોય છે. જેમાંથી એક હોય છે ‘ફેસ વેલ્યુ’ અને બીજી હોય છે. ‘મેટેલિક વેલ્યુ’.
જે સિક્કા પર જેટલાં રુપિયા છાપ્યા હોય તે તેની ફેસવેલ્યુ કહેવાય છે જ્યારે જે ધાતુમાંથી સિક્કો બને છે તેને તેની મેટેલિક વેલ્યુ કહેવાય છે. એનો મતલબ એ થાય કે જે ધાતુમાંથી બનાવાય છે તેને જો ઓગાળવામાં આવે તો એ ધાતુની માર્કેટમાં વેલ્યુ કેટલી થાય છે. આ વાત પરથી તમે સમજી શકો છો કે સિક્કાનો આકાર નાનો કેમ કરવામાં આવ્યો છે. હવે માનો કે અગર તમે રુપિયાનાં સિક્કાને ઓગાળો છો અને એ ધાતુને બજારમાં વેચતા એ બે રુપિયામાં વેચાય છે અને તમને એક રુિ૫યાનો વેચતા એ બે રુપિયામાં વેચાય છે અને તમને એક રુપિયાનો ફાયદો થાય છે પરંતુ જો કોઇ સિક્કાની મેટેલિક વેલ્યુ તેની ફેસ વેલ્યુથી ઓછી હોય તો…? એવા જ વીચારથી સરકારે દર વર્ષે સિક્કાના આકારને નાનો કર્યો છે. અને સસ્તી ધાતુનો ઉપયોગ કરી રહી છે.
વર્તમાન સમયમાં બનતા સિક્કામાં ફેરિટિક સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ થાય છે. જેમાં ૧૭% ક્રોમિયમ અને ૮૩% લોખંડ હોય છે જે સિક્કા પહેલા તાંબા અને નિકલમાંથી બનાવવામાં આવતા હતા તે હવે સ્ટેનલેસ સ્ટીલના બને છે.