હિન્દુ ધર્મમાં કોઈપણ શુભકાર્ય પહેલા સ્વાસ્તિકનું ચિન્હ અવશ્ય બનાવવામાં આવે છે. નસ્વસ્તિકથ શબ્દનો અર્થ જ નસુ+અસ્તિથ એટલે કે કલ્યાણ એવો થાય છે. સ્વસ્તિકને ભગવાન ગણેશજીનું પ્રતિક માનવામાં આવે છે. ગણેશજીને શુભકાર્યોનાં દેવતા તરીકે પૂજાવાનું વરદાન પ્રાપ્ત છે. તેથી જ પ્રત્યેક કાર્યની શરૂઆત પૂર્વે શ્રી ગણેશજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે.અને પૂજન સમયે સ્વસ્તિકનું ચિન્હ જરૂરથી બનાવવામાં આવે છે. તો આજે આપણે સ્વસ્તિક સાથે જોડાયેલી અન્ય કેટલીક મહત્વની વાતો વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. ઋગ્વેદમાં સ્વસ્તિકને સૂર્ય માનવામાં આવે છે. અને તેની ચારેય ભૂજાઓને ચાર દિશાઓની ઉપમા આપવામા આવી છે.

મંગલમ્નું પ્રતિક એટલે સ્વસ્તિક

સ્વસ્તિકનું ચિન્હ હંમેશા સ્વહસ્તે જ તૈયાર કરવું જોઈએ

સ્વસ્તિકને શ્રી ગણેશજીનું ચિન્હ અથવા તો પ્રતિક પણ માનવામાં આવે છે, તેથી જ પ્રત્યેક શુભકાર્યની શરૂઆત વખતે ગણેશપૂજન સાથે સ્વસ્તિક બનાવવાનું મહાત્મ્ય છે

Screenshot 1 1

એ સિવાય સ્વસ્તિકના મધ્યભાગને ભગવાન વિષ્ણુની કમલ નાભીને રેખાઓને બ્રહ્માજીના ચારમુખ, ચાર હાથ, અને ચાર વેદોના રૂપમાં મૂલવામાં આવ્યું છે. અન્ય ગ્રંથોમાં સ્વસ્તિકને ચાર યુગ, ચાર આશ્રમનું પ્રતીક માનવામાં આવે છે. આ માંગલિક અને વિશિષ્ટ ચિન્હ અનાદિ કાળથી જ સંપૂર્ણ સૃષ્ટિમાં વ્યાપ્ત એટલે કે ફેલાયેલ છે. સ્વસ્તિકને બનાવવામાં વધુ પડતા લાલ કંકુ અથવાતો કેસરી રંગનો ઉપયોગ કરવામાં આવે છે. કેસરી રંગ અથવા સિંદૂરથી પણ સ્વસ્તિકનું ચિન્હ બનાવવામાં આવે છે.

આજકાલ લોકો બજારમાં મળી રહેલા તૈયાર સ્વસ્તિક ચિન્હનો ઉપયોગ કરે છે. ખરેખર એ અયોગ્ય છે. સ્વસ્તિકનું ચિન્હ હંમશા જાતે જ બનાવવું જોઈએ. સ્વસ્તિક બનાવવામાં ખાસ કરીને નરીંગ ફીંગરથનો ઉપયોગ કરવામાં આવે છે. અને મોટાભાગે ઘરની લક્ષ્મી એટલે કેપુત્રવધુ અથવાતો પુત્રીના હાથે બનાવવાનું મહત્વ છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ સ્વસ્તિકના ચિન્હનું અત્યંત મહત્વ દર્શાવાયું છે.

તેથી ઘરનાં અથવા ઓફિસનાં દ્વાર પર સ્વસ્તિકનું ચિન્હ અવશ્ય અંકિત કરવામાં આવે છે. એવું કહેવાય છે કે તેનાથી વાસ્તુદોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે.તથા ઘરમાં સુખ-સમૃધ્ધિ અને શુભમ જળવાઈ રહે છે. વ્યાપારમાં થતા નુકશાનથી બચવા વ્યાપાર સ્થળના ઈશાન ખૂણામાં લગાતાર સાત ગુરૂવાર સુધી સુકાયેલી હળદરથી સ્વસ્તિકનું ચિન્હ બનાવવું જોઈએ. એવું માનવામા આવે છે કે આમ કરવાથી કાર્યમાં આવનાર અડચણ દૂર થાય છે અને સફળતા મળે છે.

‘સ્વસ્તિક’ કયારે નુકશાનકારક સિધ્ધ થાય?

પ્રત્યેક વસ્તુ સાથે લાભ અને ગેરલાભ જોડાયેલા છે. તેવી જ રીતે હિન્દુધર્મમાં ‘શુભમ’નું પ્રતીક દર્શાવતો ‘સાથિયો’ અથવા તો સ્વસ્તિક સાથે પણ અમુક ગેરલાભો સંકળાયેલા છે. તેના વિશે પણ જાણવું જરૂરી છે. ‘સ્વસ્તિક’ એટલે કે સાથિયો જયારે સરખો અંકિત કરવામાં ન આવ્યો હોય એટલે કે સાથિયાને બનાવવામાં તેની ચારેય ભુજા (રેખા)ને સમાંતરે દર્શાવવામાં ન આવી હોય ત્યારે તે નુકશાનકારક સાબિત થાય છે. તેથી જતો હિટલર પહેલા કાળો સ્વસ્તિક ક્રોસમાં એટલે કે આડો રાખતો જે જર્મનીના સિમ્બોલ તરીકે હિટલરે દર્શાવ્યો હતો.

તેણે પોતાની મનમાની અને માન્યતાનુસાર ‘સ્વસ્તિક’નું મહત્વ ન સમજીને આમ કર્યું તેના પરિણામે શરૂઆતમાંતો તેને સફળતા મળી હતી પણ બાદમાં તેને નુકશાનીનો સામનો કરવો પડયો હતો. તેથી સ્વસ્તિક હંમેશા સીધો જ અને વ્યવસ્થિત જ અંકિત થવો જોઈએ. એ સિવાય સ્વસ્તિક પર કયારેય પગ ન પડવો જોઈએ, જો આમ થાય ત્યારે પણ ‘સ્વસ્તિક’ ડેન્જર ગણાય છે. તેમજ હિન્દુધર્મમાં દિવાળી અથવાતો શુભ પ્રસંગોએ દ્વાર પર ‘સાથિયો’ કરવામાં આવે છે,તો આ સંદર્ભે ખાસ એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે સ્વસ્તિક પગ પાસે નહીં એટલે કે ઉંબરા પર ‘સ્વસ્તિક’ ન બનાવવો જોઈએ બલકે તેનું સ્થાન મસ્તક સ્થાન પર એટલે કે દ્વાર પર જ હોવું જોઈએ નહીતો તે અશુભ ગણાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.