તમે પણ વોટ્સએપ-ફેસબુક પર ચેટ કરવા સમયે તમારી ફીલીંગ્સ જતાડવા શબ્દોની બદલે ઇમોજી યુઝ કરતા હશો.પરંતુ તમે કોઇ દિવસ એ વિચાર્યુ કે ઇમોજીનો રંગ પીળો કેમ હોય છે?

તો હવે તમારા મગજને દોડાવો અને વિચારો કે આવુ કેમ છે અને તો પણ સમજવામાં નથી આવ્યુ તો કોઇ વાંધો નથી ચાલો આપણે જાણીએ કે આવુ કેમ હોય છે.

આવી રીતે સ્માઇલ અને ઇમોજીની શરૂઆત થઇ હતી.

આજના સમયમાં સ્માઇલ અને ઇમોજી સોશ્યલ મિડીયા મેસેજીંગ સાઇટ્સ પર ખાસ પોપ્યુલર છે. પહેલા સ્માઇલ અને ઇમોજી- અને બ્રેકેટ ()થી શરુ થયા હતા. સમય અને ટેકનોલોજીની સાથે આ પણ એડવાન્સ થયા. અત્યારે વોટ્સએપ પર ૮૦૦થી પણ વધુ ઇમોજી છે. જ્યારે ફેસબુકે પણ આજી અલગ રેંજ બતાવી રાખી છે.

સ્વીફ્ટ મિડિયાને સ્માઇલ અને ઇમોજી પર એક સ્ટડી કર્યુ છે. જે એક મોબાઇલ એંગેજમેન્ટ પ્લેટફોર્મ છે.દુબઇમાં લાઇટ હાઉસ અરેબિયાના ડાયરેક્ટર અને ક્લિનીક્લ સાયકોજીસ્ટ ડો. સાલીહા અફરીદીએ કહ્યું કે ચહેરા અને શરીરથી ભાવના નથી દર્શાવી શકાતી ત્યારે ઇમોજી તેજ, સરળ અને સાચો માર્ગ સાબિત થાય છે કેમ કે લખેલા મેસેજમાં ખાલી શબ્દ જાય છે. આપણી ભાવના નહિં.

સ્માઇલ અને ઇમોજી પીળો હોવા પાછળ કોઇ ઠીક જવાબ નથી, આની પાછળ કોઇ કારણ બતાવવામાં આવ્યુ છે. કોરા પણ થોડા લોકોનું કહેવુ છે કે પીળો રંગ આપણી સ્કીન ટોન સાથે મળતો આવે છે એટલે સ્માઇલી અને ઇમોજી પીળા હોય છે.

જ્યારે કેટલાક લોકોનું માનવુ છે કે આ સહેલુ છે. હસતા અને ખિલખીલાતા ચહેરા મિડિયામાં હંમેશા પીળા દેખાય છે. આટલુ જ નહિ પણ સ્ટિકર હોય અથવા ફુગ્ગા તેનો રંગ પણ વધારે પીળો હોય છે. અથવા ફુગ્ગા તેનો રંગ પણ વધારે પીળો હોય છે. પીળો રંગ ખુશીનો પ્રતિક હોય છે એટલે જ પીળા રંગના બેકગ્રાઉન્ડ પર ચહેરાની ડિટેલ્સ સાફ દેખાય છે. આ રંગ પર વસ્તુઓ હસીને આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.