શું આપ જાણો છો કે શરીર ઉપર કરવામાં આવતા ટેટૂના કારણે આપને સુરક્ષા એજન્સીમાં નોકરી નથી મળી શકતી ? આવા જ એક બનાવમાં મહારાષ્ટ્રમાં એક નવ યુવકે સીઆઇએસએફ સામે અદાલતમાં અરજી કરી હતી. ત્યારે અદાલતે સ્વિકાર્યુ હતુ કે દરેક યોગ્યતા પુરી કરી હોવા છતા માત્ર એક ટેટૂના કારણે યુવકને નોકરથી વંચિત ના રાખી શકાય.
મહારાષ્ટ્રનાં સોલાપુરનાં રહેવાસી શ્રીધર પારેખે હાથમાં ટેટૂ કરાવેલું હોવાથી બધી જ યોગ્યતા ધરાવતા હોવા છતા અને બધી જ પરીક્ષાઓમાં ઉર્તિણ થયા હોવા છતા CISFએ એને નોકરી આપવાનો નનૈયા ભણ્યો હતો. અદાલતે CISFને પોતાના ટેટૂ માટેનાં નિયમોમાં સુધારો કરવા અને પુન:વિચારણા કરવાનો અનુરોધ કર્યો હતો. શ્રીધરે CISFમાં કોન્સ્ટેબલ કમ ડ્રાઇવર માટેની બધી જ યોગ્યતાઓ પૂરી કરી હતી. આમ છતા માત્ર હાથ ઉપર કરવામાં આવેલા એક ધાર્મિક ટેટૂને આધાર બનાવીને એમની નોકરી નકારી કાઢવામાં આવી હતી.
જસ્ટિસ આર.એમ.બોર્ડે અને રાજેશ કેતકરની બનેલી ખંડપીઠે CISFને જણાવ્યું હતું કે અરજદારનાં હાથ ઉપર રહેલુ ટેટૂ તેની ફરજની આડમાં આવે તેનું કોઇ સ્પષ્ટ કારણ જણાતું નથી. આવા બનાવો ભવિષ્યમાં ન બને એ માટે નિયમાવલીમાં સુધારો કરવો જોઇએ.
શ્રીધરે જણાવ્યું હતું કે એને આ નિયમોની જાણકારી ન હતી. પણ જ્યારે જાણકારી મળી ત્યારે એણે સર્જીકલી રીતે ટેટૂ દૂર કરાવવાનો પ્રયાસ કર્યો હતો પણ ટેટૂ સંપૂર્ણ રીતે દૂર કરી શકાયુ ન હતું આથી એેણે નાસિયાસ થવાની જગ્યાએ રાહત મેળવવા અદાલતમાં અરજી કરી હતી. અને અદાલતે આ અંગે સકારાત્મક પ્રતિભાવ આપતા હવે એને નોકરી મળવાનો માર્ગ ખુલ્લો થયો છે.