આજે 1 જૂન એટલેકે વિશ્વ દૂધ દિવસ, વર્લ્ડ નેલપોલિશ ડે. આ દિવસો વિશે બધાને ખબર હશે, પણ આજની તારીખે આ બે દિવસ સિવાય હજી એક દિવસ મનાવામાં આવે છે. જે ખુબ ઓછા લોકોને ખબર હશે. 1 જૂન એટલેકે સામુહિક જન્મ દિન.
પેલાના સમયમાં કોઈ ટેક્નોલોજી, સાક્ષરતા કે જાગૃતા એટલી બધી લોકોમાં ના હતી. તેથી બાળકનો જન્મ થતો તો તેની નોંધણી કરવાનું કે તેની જન્મ તારીખ નોંધવાની કોઈ તસ્દી લેતા ના હતા. હવે જયારે તેને સ્કૂલમાં અભ્યાસ માટે મુકવામાં આવે ત્યારે જન્મ તારીખ નોંધાવી ફરજીયાત હોય. મોટાભાગના માતા-પિતાને તેના બાળકની જન્મ તારીખ યાદ ના હોય.
જન્મ તારીખ યાદ ના હોય છતાં પણ સ્કૂલના ચોપડે તો તારીખની નોંધણી કરવી જ પડે. ત્યારે આ સમસ્યાનો એક દેશી જુગાડ કરવામાં આવ્યો. મોટાભાગનું શેક્ષણિક સત્ર 1 જૂનના દિવસે શરૂ થતું. તેથી મોટા ભાગના લોકોની જન્મ તારીખ 1 જૂન નોંધવામાં આવતી. આ કારણો મુજબ 1 જૂનના દિવસે સામુહિક જન્મ દિન ઉજવામાં આવે છે.